You are here
Home > Janva Jevu/Tips >

થઇ જજો સાવધાન! પેટમા જો પડ્યું રહેશે ભોજન તો બની શકો છો બીમાર, આજે જ જાણો કારણ…

શરીરમા મોટાભાગની તકલીફો પેટની સમસ્યાને લીધે થાય છે. આપણે ગમે તેવો ખોરાક ખાઈએ છીએ જેને લીધે પેટ બગાડવા માંડે છે. જે લોકોનું પેટ સારું હોય સ્વસ્થ હોય તે હમેશા નિરોગી રહે છે. તેને કોઈ પણ બીમારી થી ખતરો નથી. સ્વસ્થ રહેવા માટે પેટ નું સારું રહેવું જરૂરી છે અને તેને માટે પાચનશક્તિ મજબૂત હોવી જરૂરી છે.

પાચનશક્તિ મજબૂત હોવાથી તન અને મન બંને સ્વસ્થ રહે છે. તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડે છે. તેથી તમારે સમયસર ભોજન કરવું જોઈએ અને વધારે પડતું ન ખાવું. તેમજ રાતે સમયસર સુઈ જવું અને સવારે વહેલા ઉઠી જવું. આ વસ્તુનું ધ્યાન રાખવાથી તમારી પાચનશક્તિ મજબૂત બનશે.

તેથી ખોરાક ખાતા પહેલા તેના વિશે એટલું જાણી લો કે તે તમારા પેટને નુકસાન તો નથી કરતુને તે ખોરાક ખરાબ તો નથી ને તે ખાસ જાણી લેવું. જો તે ખોરાક પેટને નુકસાન કરે તેવો હશે તો તમારી પાચનશક્તિ પણ બગડશે અને ગેસ અને કબજિયાત જેવી તકલીફો થશે. તેનાથી ઘણી સમસ્યાઓ થાય છે તો ચાલો જોઈએ કઈ સમસ્યા થાય છે.

આપણે રોજિંદા ભોજનમાં શાક, રોટલી, દાળ, ભાત, દૂધ, દહીં અને ઘણા બધા ફળો અને શાકભાજી ખાઈએ છીએ. આ બધો ખોરાક પેટમાં જઈ શરીર માટે જરૂરી ઊર્જા આપે છે. તે ઉર્જાથી આપણા શરીરને શક્તિ મળે છે. આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણાં પેટમાં ૨ પ્રકારની ક્રિયા થાય છે. પહેલી ક્રિયા છે પાચનક્રિયા. આ ક્રિયામાં ભોજન પચે છે. બીજી ક્રિયા છે ફર્મેન્ટેશન. તેનો મતલબ પેટમાં ભોજન શડે છે.

આપણે જે કઈ પણ ખાઈએ છીએ તે આપણા પેટમાં જાય છે તેથી જમતી વખતે પેટમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે તેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. આ અગ્નિ આપણે ભોજન ચાલુ કરીએ ત્યાંથી પૂરું કરીએ ત્યાં સુધી ઉત્પન્ન રહે છે. ઘણા લોકોને ભોજન સાથે પાણી પીવાની ટેવ હોય છે અને ઘણા લોકો તો ઠંડુ પાણી પીવે છે. તેનાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ખોરાક પચવામાં સમસ્યા થાય છે.

તેથી જમતી વખતે વચ્ચે પાણી ન પીવું. જમ્યા પછી ૩૦ મિનિટ પછી પાણી પીવુ જોઈએ જેથી પાચનક્રિયા બરાબર રીતે થઈ શકે. પેટમાં આ અગ્નિ ઉત્પન્ન થાય ત્યારે જ પેટમાં રહેલા ખોરાક પચીને રસ થાય છે. આ ખોરાક પચવાથી જ આપણાં શરીરમાં જરૂરી ઊર્જા મળે છે અને માંસ, મજ્જા, હાડકાં, માલ, મૂત્ર અને મેદ બને છે.

પરંતુ, જો આ અગ્નિ ઓલવાય જાય તો ખોરાકનું પાચન અટકી જાય છે અને તે ખોરાક સડવા લાગશે. આ ખોરાક સડવાથી શરીરમાં બીમારીઓ થઈ શકે છે. કોલેસ્ટ્રોલ અને હ્રદયરોગ ની બીમારી પણ થઈ શકે છે. આ ઉપરાંત બીજી ગંભીર બીમારીઓ પણ શરીરમાં પ્રવેશી શકે છે. તેથી જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો પેટ નું ખાસ ધ્યાન રાખવું. બહારનો ખોરાક ન ખાવો. ગંદુ પાણી ન પીવું. ભોજન દરમ્યાન પાણી ન પીવું અને પછી પણ અડધી કલાક પછી જ પાણી પીવું. આ વાતનું ખાસ ધ્યાન રાખવાથી તમારું પેટ હંમેશા સ્વસ્થ રહેશે.

Leave a Reply

Top