You are here
Home > Health >

થોડા સમય મા જ દુર થઇ શકે છે આંખો નીચેના આ ડાઘ, ખાલી કરવો પડશે આ ખાસ ઉપાય, આજે જ જાણી અજમાવો અને પછી જુઓ ચમત્કાર…

મિત્રો, જો તમારી આંખો સુંદર હોય તો ચહેરાની સુંદરતામા પણ વધારો થાય છે પરંતુ, જ્યારે તમારી આંખો નીચે કાળા સર્કલ અથવા તો કરચલીઓ થવા લાગે છે ત્યારે તમારો સુંદર ચહેરો પણ ફિકો પડી જાય છે. વર્તમાન સમયની જીવનશૈલીમા પરફેક્ટ રહેવુ ખૂબ જ અઘરુ છે કારણકે, તમારે કોઈક સમયે તો આંખો સાથે સંકળાયેલ સમસ્યાઓનો સામનો જ કરવો પડે છે.

આંખો નીચે કાળા સર્કલ્સ થવા એ એક સામાન્ય સમસ્યા છે, આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંનેમા જોવા મળે છે પરંતુ, તેની સીધી અસર સ્ત્રીઓમા સૌથી વધારે જોવા મળે છે. આંખો નીચે કાળા સર્કલ્સ થઇ જવાને કારણે તમે બીમાર દેખાવા લાગો છો અને તેના કારણે તમારા ચહેરાની સુંદરતા પણ ઘટવા લાગે છે અને લોકોનો આત્મવિશ્વાસ પણ નબળો પડે છે.

આંખો હેઠળની સ્કીન ખૂબ જ મુલાયમ હોય છે, તેના પર કાળા સર્કલ્સ પડવા એ કોઈ બીમારી અથવા તો તણાવનુ લક્ષણ હોય શકે છે. અમુક લોકો આ કાળા સર્કલ્સની સમસ્યાને દૂર કરવા માટે બજારમા મળતી ક્રીમનો ઉપયોગ કરે છે પરંતુ, તેનાથી કશો જ ફરક નથી પડતો. આજે આ લેખમા અમે તમને સ્કીન પર પડતા કાળા સર્કલ્સના કારણો અને તેના નિદાન માટે ના ઉપાયો વિશે જણાવીશુ.

કારણો :

વધારે પડતુ રડવુ
યોગ્ય સમયે ઊંઘ પુરી ના થવી.
લાંબા સમય સુધી લેપટોપ અથવા તો કમ્પ્યુટર પર કાર્ય કરવુ
ખુબ જ ઓછી માત્રામા પાણીનુ સેવન કરવુ
વધુ પડતુ તીખા-તળેલા ભોજનનુ સેવન કરવુ
માનસિક તણાવ વગેરે

ઉપાયો :

ફુદીનો :

જો તમને આંખો નીચે કાળા સર્કલ્સ થઇ જતા હોય તો તેને દૂર કરવા માટે તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. તેમા સમાવિષ્ટ વીટામીન-સી એ આંખની નીચેની સ્કિનને ચમકદાર બનાવે છે. નિયમિત ૮-૧૦ ફુદીનાના પાંદડાને પીસીને આંખો નીચે લગાવો અને તેને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તેને પાણીથી ધોઈ નાખો એટલે આ ડાર્ક સર્કલ્સની સમસ્યા દૂર થઈ જશે.

કાકડી :

મોટાભાગના લોકો બ્યુટી પાર્લરમા કાકડીના ટુકડાઓને આંખો નીચે મૂકીને બેસી રહે છે. કાકડીમા એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો સમાવિષ્ટ છે, જે તમારી આંખો હેઠળની બળતરા ઘટાડવામા સહાયરૂપ બને છે. આ કાકડીના ટુકડા સિવાય તમે કાકડીનો રસ પણ વાપરી શકો છો. કાકડીના રસને ડાર્ક સર્કલ્સ પર હળવા હાથથી માલિશ કરો તો આ સમસ્યા દૂર થઇ શકે છે.

ટામેટા :

તમારી આંખો નીચે થયેલ કાળા સર્કલ્સની સારવાર માટે તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો. ટમેટાના રસમા જો તમે લીંબુના થોડા ટીપા ઉમેરીને અંખ નીચે રહેલા કાળા સર્કલ્સ પર લગાવો તો આ સમસ્યા દૂર થશે અને તમારી ત્વચા પણ મુલાયમ બનશે.

બટાકા :

જો તમે બટાકાના રસમા લીંબુના થોડા ટીપા ઉમેરીને મિશ્રણ તૈયાર કરો અને તેને રૂ ની મદદથી ડાર્ક સર્કલ પર લગાવો તો તમારી આંખોની કાળાશ દૂર થઇ જશે.

બદામ તેલ :

નિયમિત રાત્રે સૂતા પહેલા બદામના તેલથી આંખોની આજુબાજુ માલિશ કરો, આ ઉપાય તમારી સ્કીનને કડક બનાવે છે અને કરચલીઓ સાફ કરીને ડાર્ક સર્કલ્સની સમસ્યાને દૂર કરે છે.

મધ :

તમારી આંખોને સુંદર બનાવવા માટે કાકડીનો રસ એક ચમચી, મધની એક ચમચી, બદામ તેલના ૨-૩ ટીપા અને બટાટાના રસની એક ચમચી મિશ્રણ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો અને ૧૦-૧૫ મિનિટ બાદ તેને ધોઇ લો. આ ઘરગથ્થુ ઉપાય અઠવાડિયામા એક થી બે વાર અજમાવો.

રોઝ વોટર :

સ્કીન માટે ગુલાબજળ એ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે, જો તમે રૂ ની મદદથી ડાર્ક સર્કલ પર ગુલાબજળ લગાવો અને ૮-૧૦ મિનિટ પછી ધોઈ લો તો તમારી આંખો નીચેના ડાર્ક સર્કલ તુરંત દૂર થઈ જાય છે અને ચહેરા પર ચમક આવી જાય છે.

ટી બેગ :

ટી બેગનો ઉપયોગ ડાર્ક સર્કલની સમસ્યામા ઘટાડો કરવા માટે પણ થઈ શકે છે. ટી બેગમા કેફીન સમાવિષ્ટ હોય છે, જે તમારી આંખોની નીચેની ત્વચાને ચમક આપે છે. ટી બેગ એ તમારી આંખો હેઠળની બળતરા ઘટાડે છે. બે ટી બેગને ફ્રીજમા ૧૦ મિનિટ માટે રાખો. ત્યારબાદ તેનો ઉપયોગ કરતા પહેલા ફ્રીઝમાથી કાઢીને બહાર મૂકી દો. ત્યારબાદ તેને પાંચ થી દસ મિનિટ સુધી આંખોની ઉપર રાખો અને ઠંડા પાણીથી આંખો ધોઈ લો જેથી, આ સમસ્યા તુરંત દૂર થઇ જશે.

દૂધ :

તમારી આંખો નીચેના કાળા સર્કલને દૂર કરવા માટે તમે દૂધનો ઉપયોગ કરો. ફ્રીઝના ઠંડા દૂધને રૂ ની સહાયતાથી આંખો નીચે લગાવવાથી ડાર્ક સર્કલની
સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.

ટીપ્સ :

દરરોજ રાત્રે સુતા પહેલા ચહેરાના મેકઅપને કાઢી નાખો અને જો તમારી આંખોમાં મસ્કરા હોય તો તેને પણ ધોઈ લો. આખા દિવસમા બે થી ત્રણ વખત શુધ્ધ પાણીથી તમારી આંખો ધોવાની આદત કેળવો.

ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવાથી પણ આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે માટે શક્ય તેટલુ આ કુટેવોથી દૂર રહેવુ.

વર્તમાન સમયમા મોટાભાગની હર્બલ બ્યુટી પ્રોડક્ટ્સ બજારમા ઉપલબ્ધ છે. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાવ છો તો તમારી આંખો હેઠળ કાળા સર્કલ્સ આવે છે, જો તેને યોગ્ય રીતે સાચવવામા આવે તો તેમા ઝડપથી રાહત મળે છે.

Leave a Reply

Top