You are here
Home > News >

ટીક-ટોક મા ઝળહળતું નામ એટલે ગુજરાત ની “કીર્તિ પટેલ”, સુરત પોલીસ દ્વારા તેની ઘરપકડ

મિત્રો, હાલ નો યુવાવર્ગ સોશિયલ મીડિયા ની માયાજાળ મા એવો ગૂંચવાઈ ગયો છે કે તે આભાસી દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે નું અંતર કદાચ સાવ ભૂલી જ ગયો છે, આજે આ આર્ટિકલ ના પ્રારંભ મા આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે, આજે આ લેખમા આપણે જે મુદા પર ચર્ચા કરીશું તે આ વાત ને સંલગ્ન જ છે. આજ થી એકાદ-બે માસ પૂર્વે જ એક યુવતી દ્વારા ઘૂવડ ને પકડીને વીડિયો બનાવવા મા આવ્યો હતો. જેના લીધે તે અનેક વિવાદો મા સપડાઈ હતી.

ગુજરાતની આ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની હાલ પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી હોવાનું ન્યુઝ ના અહેવાલો મા જાણવા મળ્યું છે. એક યુવક પર ગુજરાત ની આ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલે જીવલેણ હુમલો કર્યો તેવી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે અને તે આરોપ હેઠળ તેની ધરપકડ કરવામા આવી છે. આ એ જ યુવતી છે જે ટીકટોક ના કારણે રાતોરાત ચર્ચામા આવી હતી. સુરત શહેર ની આ ટિકટોક સ્ટાર ફરી વિવાદમા સપડાઈ ગઈ છે.

યુવક ને ઢોર માર મારીને તેના પર જીવલેણ હુમલો કરવાના કેસમા સુરતના પુણાગામ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કલમ ૩૦૭ ના ગુના હેઠળ તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેણે ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે વાદ-વિવાદ કર્યો હતો, આ વાદ-વિવાદ એટલી હદ સુધી વધી ગયો કે કીર્તિ દ્વારા આ યુવક પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ છેલ્લા ઘણાં દિવસો થી તેની ધરપકડ કરવા માટે તેને શોધી રહી હતી. જો કે આજે પુણાગામ પોલીસે તેને શોધી હાલ તેની ધરપકડ કરી લીધી છે. ટિકટોક એપ્લિકેશન જેવા સોશિયલ પ્લેટફોર્મ ના કારણે હાલ એવા અનેક ગુમનામ વ્યક્તિઓ છે જે રાતોરાત સ્ટાર બની ચુક્યા છે ત્યારે ગુજરાતની કીર્તિ પટેલ પણ આમાંની એક છે , જે પોતાના ટિકટોક વિડીયો ના કારણે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જો કે કીર્તિ પટેલ પોતાના ઘણાં વિડીયો ના કારણે વાદ-વિવાદ નો સામનો પણ કરી ચુકી છે.

તે હાલ ગુજરાતમા ટીકટોક સ્ટાર તરીકે ની છાપ ધરાવે છે. અત્રે એ નોંધનીય છે કે, એકાદ માસ પૂર્વે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામા ખૂબ જ વાઇરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ઘુવડ એ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની શૃંખલા મા આવતું હોવાના કારણે વીડિયો વાયરલ થયાના અમુક સમય બાદ વન વિભાગે ટિકટોક ની આ સ્ટાર કીર્તિને ૧૫ હજાર નો દંડ ફટકાર્યો હતો. જ્યારે આ વીડિયો ઉતારનાર વ્યક્તિને ૧૦ હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.

આ પૂર્વે પણ આ ટીકટોક એપ્લિકેશન ના કારણે એવા અનેકવિધ સેન્સિટિવ કિસ્સાઓ બની ચુક્યા છે જેના કારણે આ ટીકટોક એપ્લિકેશન ને પ્લે સ્ટોર માંથી રિમુવ કરી દેવામા આવી હતી , હવે કીર્તિ પટેલ ના આ કિસ્સા બાદ ફરી ટીકટોક વિવાદ મા સંપડાઈ છે , તો હવે જોવાનું એ રહેશે કે હવે સરકાર દ્વારા આ મુદ્દા ને ગંભીર લેવામા આવે છે કે નહીં અને જો ગંભીર લેવામાં આવશે તો હવે આગળ શું પગલાં લેવાશે તે પણ જોવાનું રહેશે?

Leave a Reply

Top