You are here
Home > Articles >

રૉમેન્ટિક ડિનર માટે ઉત્તમ રેસ્ટોરાંની શોધમાં છો? તો આ છે અમદાવાદની ટોપ રેસ્ટોરાં.. પાર્ટનર તથા પ્રેમીઓ માટે આ આ જગ્યાઓ યાદગાર બની રહી જશે

ગુજરાતમાં આવેલ અમદાવાદની રેસ્ટોરાં પોતાના ઇન્ટીરીયર તથા વાતાવરણ અને જમવા માટે ખુબ જ પ્રખ્યાત છે. ક્યાંક ટેરેસ પર ડીનરનો લાહવો તમને જુદા જ અને રોમેન્ટિક લાગશે, તો ક્યાંક પાર્ટનર અને પ્રેમી પંખીડાઓ માટે આ આ જગ્યાઓ યાદગાર થઈ જશે, ક્યાંકથી અમદાવાદ લાઈટ ના જોરદાર ઝગમગતા જોતા જોતા ટેસ્ટી ફૂડની મોજ માણવાની મજા આવશે.. તો આવો જાણીએ આવી રેસ્ટોરાં વિશે માહિતી

અમદાવાદમાં રહેતો હો કે ફરવા માટે આવ્યા હોવ, નીચે પ્રમાણે ટોપ હોટલ તમને હમેશા ફૂડ માટે અને ત્યાના વાતાવરણ માટે યાદ રહેશે..

• SKYZ Restaurant

મેરેજની પહેલી એનીવર્સરી હોય કે પોતાના પ્રેમીનો બર્થ ડે કે પછી કોઈ સારો દિવસ, તમે જો તમારા સ્પેશિયલ સમવનને રોમેન્ટિક ડીનર આપવા માંગતા હોય તો SKYZ Restaurant & Banquet તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની રહેશે. તમારી લાઇફનું યાદગાર કૅન્ડલ લાઈટ ડીનર બની રહે તેવું અહીનું આજુબાજુનું જુદું જ વાતાવરણ છે. અમદાવાદની આ વૅજ હોટલ ખાસ કરીને રૉમેન્ટિક વાતાવરણ, લાઈવ મ્યુઝિક તથા ખાસ કરીને પોતાના ફૂડ માટે પ્રખ્યાત છે.

• Mango

નામ જેટલું સરસ છે ટેસ્ટ પણ એટલો જ સારો છે. આપણા અમદાવાદ શહેરમાં કેરીના આંબાના વૃક્ષોની મધ્યમાં ૩૫૦૦૦ થી ૪૫૦૦૦ સ્ક્વેર ફીટ જેટલા વિશાળ જગ્યા તમારું મન આપમેળે જ મોહી લેશે. અહીં ડીનર કરવાનો એક લાહવો તમારા અને તમારા પ્રેમી માટે ખુબ જ સુંદર રહેશે. અને તમારા બંને માટે ખુબ જ યાદગાર બની જશે. સૌથી અગત્યની વાત તો એ છે કે જેટલું રોમેન્ટિક વાતાવરણ છે તેટલું જ રસીલું અહીનું જમવાનું છે. જો તમે અમદાવાદમાં રહેતા હોવ તથા ક્યારેય પણ અમદાવાદ ફરવા માટે પધારો ત્યારે Mango હોટલની મુલાકાત લેવાનું અચૂક ભૂલતાં નહી.

• Mocha

ગુજરાતમાં અમદાવાદના કપાળ માટે જો કોઈ પ્રથમ પસંદગી હોય તો તે છે mocha હોટલ. લાજવાબ ફૂડ તથા વેલ્યુ ફોર મની mochaની ખાસિયતો ગણી શકાય છે. કલરફૂલ વોલ, રગબેરંગી લાઈટ્સનો ઝગમગાટ વાતાવરણ ખુબ રૉમેન્ટિક બનાવી દે છે. માટે જ આ જગ્યા થોડાક જ સમયમાં કપલ્સ માટે હોટ ફેવરિટ બની છે. પહેલું ડેટ અને એ પણ યાદગાર બને તે માટે તમે અહીં આંખ બંધ કરીને જઈ શકો છો. અમારી 100 ટકાની ગેરેંટી છે આ રેસ્ટોરાં તમને અને તમારા ખાસ માણસને નિરાશ નહીં કરે. અમદાવાદની આકર્ષક Mochaમાં લીધેલું રોમેન્ટિક ડીનર તમને સો ટકા યાદગાર બનીને રહી જશે.

• The Jungle Bhookh

અમદાવાદના પૂર્વ ભાગમાં સ્થિત આ હોટલ કપલ, સીનીયર સિટીજન સાથે નાના બાળકો માટે પણ એક સુપર સ્થક છે. આ રેસ્ટોરાંનું ઇન્ટીરીયર તેના નામ પ્રમાણે એટલે જંગલ જેવું જ છે.. જેથી તમને ફોરેસ્ટ માં લંચ કે ડીનર કરતા હો તેવું ફિલ થશે.. એક જુદો જ જંગલ થીમ કારણે યુવાઓ અને કપલ અને બાળકો માટે બેસ્ટ જગ્યા તો છે જ પરંતુ સાથે સાથે અહીં બાળકો માટે એક ખાસ પ્લે એરિયા છે જેથી બાળકો આરામ થી રમી શકે, વેઈટર નો ડ્રેસ કોડ ફોરેસ્ટ ઓફિસર જેવો છે. સૌથી વધુ મજા અહિયાં રાત્રે ડીનર માં આવે છે. ઓછી લાઈટ માં ડીનર કરવાની તમને સો ટકા મજા આવશ

• Pepperazzi – The Dinner

પોતાના નામ પ્રમાણે ભલે આ જગ્યા તમને અંગ્રેજી લાગી હોય પરંતુ છે એકદમ વેજ. ગુજરાતમાં અમદાવાદના રૉમેન્ટિક રેસ્ટોરાં પૈકી એક છે આ જગ્યા. અમેરિકન ડીનર જેવું ઍમ્બિયન્સ ધરાવતી આ હોટલમાં તમને ઇટાલિયન જમવાનું સરળતાથી મળી રહેશે. એટલે જો તમે અને તમારા પાર્ટનર ને ઇટાલીયન ફૂડ ખાવાની ઇચ્છા ધરાવતા હોય તો કોઈની પણ રાહ જોયા વિના અહીં પહોંચી જાઓ. અહીંનો અનુભવ તમારા અને તમારા એ ખાસ માણસ માટે ચોક્કસપણે યાદગાર બની રહેશે.

• Nine

કાનને સાંભળવું ગમે તેવું મ્યુઝિક, આકર્ષક તથા લાજવાબ વાનગીઓની ડીશ અને રુફ ટૉપ સીટિંગ સાથે જો તમે તમારા ખાસ વ્યક્તિ સાથે ડિનર પર જવા માંગતા હોવ તો અમદાવાદની રોમેન્ટિક હોટલ પૈકી એક છે. અહીં રુફ ટૉપ એટલું ઉપર છે કે તમને જાણે આકાશમાં બેઠાં હોવ તેવો અનુભવ કરશો. ઉપરથી બેસીને ડિનર કરતી વખતે એસ.જી હાઈવેને ઉપરથી જોવાની મજા કંઈક અલગ છે. અહીંનું ડિનર તમારા ખિસ્સાને કદાચ થોડું ભારે પડી શકે છે. પરંતુ ડિનરનો અનુભવ અને તમારા પાર્ટનર જોડે પસાર કરેલી ક્ષણો પૈસા વસુલ છે એ વાત ફાઇનલ છે.

• Agashiye

ગુજરાતમાં અમદાવાદની એકદમ વચોવચ લાલ દરવાજા જોડે આવેલી આ હેરિટેજ રેસ્ટોરાં અમદાવાદ ફરવા આવતા ટુરિસ્ટો માટેનું એક ટેસ્ટી ડેસ્ટિનેશન બની ગયું છે. આ હોટલ પોતાના ટેસ્ટી ફૂડની જોડે જોડે જુના એટલે કે હેરીટેજ દેખાવને કારણે પણ અમદાવાદ સાથે પુરા ભારતમાં આકર્ષણ જમાવે છે. હેરિજેટ દેખાવ ધરાવતી આ હોટલમાં તમને ગુજરાતી અને રાજસ્થાની ઑથેન્ટિક ફૂડ મળે છે જે એટલું સ્વાદિષ્ટ હોય છે. લોકો ખાસ કરીને આ હોટલમાં એક ઐતિહાસિક વારસો અહીં જોવા મળે છે તેના લીધે વધુ આકર્ષાય છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદી જાપાન ને સીન્જો આબેએ અહિયાં ડીનર કર્યા બાદ આ રેસ્ટોરાં વિશ્વમાં ફેમસ બની છે.

• 650- ધ ગ્લૉબલ કિચન

વુડન ફર્નિચરના ચાહક હોય અને કેન્ડલ લાઈટ ડિનર જેમને ખુબ જ ગમતું હોય તો અમદાવાદની શહેરની હોટલ તમારા માટે એકદમ સારો વિકલ્પ છે. 650- ધ ગ્લૉબલ કિચન પોતાના સાદા અને સુંદર દેખાવ માટે પ્રખ્યાત છે. ક્લાસિક આર્કિટૅક્ચર, સુંદર ઍમ્બિયન્સ અને આંખોને ગમે જાય તેવું અહીનું ડૅકોરેશન તમને અહીં દરરોજ આવવા માટે અવશ્ય મજબૂર કરી દેશે. તમારા પાર્ટનર સાથે એક શાંત તથા ઉત્તમ સમયની જોડે જોડે સારું ફૂડની મજા માણવી હોય તો તમારે અહીં આવવું જ રહ્યું

• m.a.d by Tomato’s

અમદાવાદની મોસ્ટ રૉમેન્ટિક હોટલ તરીકે m.a.d by Toamato’s આગળ છે. આ હોટેલનો લૂક રેટ્રો એટલે કે ઓલ્ડ ટાઇપ છે.પરંતુ આજની ન્યૂ હટકે જનરેશનને અહીં ટાઈમ સ્પેન્ડ કરવો સો ટકા ગમે એવો છે. રહી વાત ડીનર ની તો પાર્ટનર માટે અહીં ડીનર કરવો એક ઉત્તમ પ્રસંગ બની જાય છે. અહીંનું ઍમ્બિયન્સ પોતાના નામની જેવી રીતે એકદમ રેડ એટલે કે લાલ ચટાક છે જે કપલને વધુ પ્રમાણમાં પોતાની તરફ આકર્ષે છે.

dip

Leave a Reply

Top