You are here
Home > Jyotish >

તુલસીપત્ર તોડતા પહેલા જરૂર થી વાંચી લો આ લેખ, નહિતર ફાયદા ની જગ્યાએ થશે નુકસાન….

તુલસી આપણી માતા કહેવાય છે. શાસ્ત્રોમાં પણ તેનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને પવિત્ર પૂજનીય અને દેવી તરીકે માનવામાં આવે છે. કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તુલસીનો દરરોજ પૂજન કરવું જોઇએ. દરરોજ સવારે તુલસી ને પાણી અર્પણ કરવું જોઇએ. તુલસીના છોડની આજુબાજુ કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉભો થવા દેવું ન જોઈએ.

આ તો થઈ તુલસીની વાત પરંતુ શું તમે જાણો છો કે તુલસીના પાન કયા સમયે તોડવા? એ ખૂબ જ મહત્ત્વનું છે. જો તમે આ બાબતનું ધ્યાન ન રાખો તો તમને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. આપણા ઘરમાં રહેલા તુલસી ના છોડ ના પાન સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે અને રાત્રીના સમયે તોડવા જોઈએ નહીં. જો આ સમયે તુલસીના પાન ન તોડવા માં આવે તો તે પાપ ગણાય છે અને શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ છે.

તેનાથી તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. તે શુભ દિવસે તોડવા જેમ કે અગિયારસ એકાદશી, આઠમ, તેમના દિવસે તેમને તમે તોડી શકો છો. પરંતુ હંમેશા એ વસ્તુ યાદ રાખવી કે દરરોજ સવારે ઊઠીને સ્નાન કરી અને તુલસીનું પૂજન કરવું અને તેની બાજુમાં એક નાનો દીવો પ્રગટાવવો. તેમ કરવાથી માતા લક્ષ્મી તમારા પર હંમેશા આશિષ આપે છે.

તુલસીના પાનને તોડી અને ચાવવા જોઈએ નહીં તેને હંમેશા માટે સીધા ગળી જવા જોઈએ કેમ કે તુલસીના પાનમાં પારા નામનું તત્વ હોય છે. જે આપણા દાંત માટે સારું નથી પરંતુ પાન ઘટી જવાથી આપણાને ઘણા ફાયદા થાય છે.

Leave a Reply

Top