You are here
Home > Articles >

મુસાફરી કરતી વખતે ઉલ્ટી અને મોળોજીવ થવાની તકલીફ હોય તો હમણાં જ જાણો આ આસાન ઉપચાર

સફર કરવું કોને પસંદ ના હોય, પરંતુ કેટલાક માણસોને સફર દરમિયાન શરીરના સ્વાસ્થ્ય સબંધી તકલીફો ચાલુ થાઉં જાય છે. જેના લીધે તેઓ મુસાફરી માટે અચકાતા હોય છે, જો તમને પણ મુસાફરી દરમિયાન ચક્કર આવવા, ઉલ્ટી થવી, વગેરે જેવી તકલીફ હોય આજે જ જાણી લો આ કેટલીક ઉપયોગી ટીપ્સ જે મુસાફરી દરમિયાન ખુબજ લાભકારી પુરવાર થશે.

૧. મુસાફરી દરમિયાન મો માં નાનો એવો આદુનો ટુકડો તથા એ ફલેવરની કોઈ ચોકલેટ ખાઈ લેવી, તેનાથી અચાનક જ મોળો જીવ થતો હોય તો તેમાં ઘણી રાહત થઇ જાય છે. જો તમે ઈચ્છો તો મુસાફરી વખતે આદુ વાળી ચા પણ પી શકાય છે, જેનાથી પણ ઘણો બધો આપણને ફાયદો થાય છે.

૨. જો તમને કારમાં સફર કરી રહ્યા હોય તો બુકથી દુર રહેવું કેમ કે તેને વાંચવાથી તથા તો મોબાઈલમાં કઈ પણ જોવાથી ચક્કર આવવા લાગે છે તેથી સફર દરમિયાન આ વસ્તુથી બને એટલા દુર રહેવુ જોઈએ.

૩. અનેક વસ્તુની ખુશ્બુ પણ સફર દરમિયાન થતી હેરાની દુર કરી દે છે, તેથી રૂમાલ પર મીંટના તેલના થોડાક ટીપા નાખી મુસાફરી દરમિયાન કેટલીક વારે તેને સુંઘતા રહેવું જોઈએ. સાથે જ તમે ઈચ્છો તો મીંટ વાળી ચા પણ પી શકો છો તેનાથી પણ ઉપયોગ થાય છે.

૪. સફર દરમિયાન ઘરેથી નીકળતી વખતે ખાવા પીવાનું અવશ્ય ધ્યાન રાખવું જરૂરી છે. ના તો સાવ ભૂખ્યા તહેવું અને ના તો ખુબજ ખાઈને બેસવું. વસાણું અને જરૂરી મારી મસાલા વાળી વસ્તુ ક્યારેય ના ખાવી જોઈએ કેમ કે આવી વસ્તુ પચવામાં જજો સમય લાગે છે. જો સફરમાં જાજુ બેસી રહેવાનું હોય તો ઉલ્ટી તેમજ મોળોજીવ થવો, ગભરામણ થવી વગેરે જેવી હેરાની થઈ શકે છે.

૫. જો તમે કારમાં સફર કરી રહ્યા હોઈએ તો પ્રયાસ કરવી કે બની શકે તો આગલી સીટ પર જ બેસવું, તેનાથી ઉલ્ટી અને મોળો જીવ થાય એવી તકલીફથી રાહત મળે છે.

આમ ઉપર દર્શાવેલ કેટલીક અગત્યની વાતોનું જો ખાસ ધ્યાન રાખવામાં આવે તો આપણી યાત્રા કોઈ પણ જાતની પરેશાની વગર અને ખુબજ આનંદમય બની રહે છે તેથી સફર કરતો વખતે તો બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ મુસાફરી દરમિયાન પોતાની સાથે જરૂરી દવા પણ રાખવી જોઈએ જેથી જો પરેશાની વધી જાય તો તાત્કાલિક દવા લઇ શકાય.

dip

Leave a Reply

Top