You are here
Home > Articles >

વાહ આને કેહવાય પ્રેમ, જાણો પોતાની પત્ની ને આઠ કિ.લો નો પ્રેમ પત્ર લખનાર આ અનોખા દીવાના વિશે…

મિત્રો, “યે મેરા પ્રેમપત્ર પઢકર કી તુમ નારાજ ના હોના” આ ગીત સાંભળ્યા બાદ મેરઠના એક પ્રેમીએ આટલો લાંબો પ્રેમપત્ર લખ્યો કે તેની પત્ની ખરેખર ક્રોધિત થઈ ગઈ. જો કે, ત્યારબાદ તેણે આખી વાત પત્નીને કહી દીધી. પતિ દ્વારા કરવામા આવેલ આ કાર્ય જોઇને તેની આંખો ભરાઈ ગઈ હતી. તમને જણાવીએ કે, મેરઠ જિલ્લાના જીવનલાલ બિષ્ટ દ્વારા તેની જ પત્નીને લખેલ પ્રેમપત્ર આજે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ પ્રેમપત્રોમા સમાવિષ્ટ છે.

આઠ કિલો ના આ પ્રેમપત્રમા તેણે આખી જીંદગી ખોલીને મૂકી દીધી. અગત્યની વાત એ છે કે, જીવનલાલ બિષ્ટના આ પ્રેમપત્ર વિશે જાણીને તમને પણ નવી લાગશે. આ આઠ કિલોના પ્રેમપત્રમા એની પત્ની સામે તેણે પોતાનુ સંપૂર્ણ જીવન પુસ્તકની માફક ખુલ્લુ રાખીને મૂકી દીધુ છે. આ જ સમયે આ પ્રેમપત્રમા તે સમયના સામાજિક અને રાજકીય મુદ્દાઓ પણ મુખ્ય રીતે પ્રકાશિત કરવામા આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જીવનલાલ બિષ્ટ એ સરકારી વિભાગના નિવૃત્ત કર્મચારી છે. હાલ, તે અંદાજે ૬૫ વર્ષના થઇ ચુક્યા છે. તેમની પત્ની કમલા શરૂઆતથી જ ઉત્તરાખંડમા રહે છે.

આ પ્રેમપત્રમા યુદ્ધ અને દુર્ઘટનાનો પણ કરવામા આવ્યો છે ઉલ્લેખ :

વર્ષો પહેલા જ જીવનલાલ અને તેમની પત્ની કમલા વચ્ચે થોડો વાદ-વિવાદ થયો હતો. ત્યારબાદ જીવને પત્નીને મનાવવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો. વર્ષ ૨૦૦૦મા જીવનલાલે તેની પત્નીને પ્રેમપત્ર લખવાનુ શરૂ કર્યુ. આ પ્રેમપત્રમા તેમણે પત્ની કમલાની સામે તેના આખા જીવનના પાના ખોલી નાખ્યા હતા. આ જ સમયે, ચાલુ કારગિલ યુદ્ધ અને ઓરિસ્સા અકસ્માતનુ સંપૂર્ણ બ્યોરા સિલસિલો પત્રોમા લખ્યુ હતુ.

આ પત્ર લખવામા લાગ્યો બે માસનો સમય :

પરિણામે, લખતા-લખતા આ પત્રનુ વજન આઠ કિલો થઈ ગયું અને તેને લખવામા અંદાજે બે માસ જેટલો સમય લાગ્યો. જીવનલાલ જણાવે છે કે, તે સમયે તેણે આ પત્ર પોસ્ટ કરવા માટે ૭૦૦ રૂપિયા ખર્ચ થયા હતા પરંતુ, આટલો મોટો પ્રેમપત્ર જોઇને તેની પત્ની તેનાથી ક્રોધિત થઈ ગઈ. ત્યારબાદ જ્યારે તેણે પત્નીને આખી વાત જણાવી ત્યારે કમલાની પણ તેના પતિ દ્વારા કરવામા આવેલ આ કામ જોઈને આંખો ભરાઈ ગઈ. જીવનલાલ વિશે વાત કરવામા આવે તો તે વિચિત્ર કાર્ય કરવાનો શોખીન છે.

Leave a Reply

Top