You are here
Home > Janva Jevu/Tips >

વાળ માટે છે આ ઓઈલ એકદમ બેસ્ટ, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ…

મિત્રો, આજકાલ દરેક વ્યક્તિની જીવનશૈલી ખુબ જ ઝડપી થઇ ગઈ છે, જેના કારણે વ્યક્તિને પોતાના શરીરની સાર-સંભાળ લેવા માટેનો જ સમય મળતો નથી. પોતાના કામમા વ્યસ્ત રહેવાથી તમે શારીરિક અથવા માનસિક તાણ અનુભવી શરીરના સૌંદર્ય તરફ સમય આપી શકતા નથી. જેના કારણે શરીરની સુંદરતાને લગતી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જેમાંથી આજે આપણે વાળને લગતી સમસ્યાઓ વિશે વાત કરીશું.

આજકાલ વાળ ખરવાની સમસ્યા સાવ સામાન્ય બની ચુકી છે. વાતાવરણમાં પ્રદુષણ, તણાવ અને પોષકયુક્ત આહાર ના લેવાના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે વાળ ખરવા, સૂકા થઇ જવા, પાતળા થઇ જવા કે બેમુખા વાળા થઇ જવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

દરેક વ્યક્તિ પોતાના વાળને કાળા, મુલાયમ અને વાળ ને લાંબા રાખવા માટેની ઈચ્છા હોય છે.સામાન્ય રીતે વાળ ઓળતી વખતે જો એક બે જેવા વાળ ખરતા હોય તો કોઈ વાંધો નથી પરંતુ, જો વધુ પ્રમાણમા વાળ ખરે તો તેવા સમયે ચિંતા થવી એ આવશ્યક છે જેના માટે આપણે ઘરેલુ ઉપાય કરવા જોઈએ.

ડોક્ટર ની સલાહ મુજબ યોગ્ય ખોરાક લેવો જોઈએ કે જે પોષણયુક્ત હોય તથા જેમાં વધુ વિટામિન હોય તેવો ખોરાક લેવો જોઈએ. વધુ પોષકતત્વો વાળું તથા રેશા વાળા આહાર લેવા જોઈએ. જેમાંથી વિટામિન-એ, વિટામીન-બી અને વિટામીન-ઈ મળી રહેતા હોય તેવા ખોરાક લેવા જોઈએ. પાણી વધુ માત્રામાં પીવું જોઈએ. જેથી શરીરની અંદર તન્દુરસ્તી બની રહે.

વાળ માં વધારો કરવા માટે અઠવાડિયા માં એકવાર ગરમ તેલ થી માથા માં માલિશ કરવી જોઈએ માલિશ કરવાથી માથામાં લોહી નું પરિભ્રમણ થાય છે. જે વાળ માં વધારો કરવા માટે ફાયદા કારક સાબિત થાય છે. આ ઉપરાંત તણાવ લેવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે જેના કારણે વાળની સમસ્યા ઊભી થાય છે જેનાથી વાળ ખરવા અને તેની લંબાઈ પર અસર પડે છે માટે તણાવ થી દૂર રહેવું બની શકે તેટલું મન ને શાંત રાખવું તથા ખોટી ચિંતા કરવી જોઈએ નહિ.

આ ઉપરાંત જો એરંડિયાનું તેલ અને સરસવ નું તેલ વાળમાં ઉપયોગ કરવાથી વાળ વધે છે વાળ વધારવા માટે એરંડિયાનું તેલ, આંબળાનો પાવડર અને ઈંડા નું મિશ્રણ કરી ને તેને વાળ ધોવાના ૩૦ મિનિટ પહેલા લગાવવુ. વાળ પર તલના તેલની સૌથી વધુ અસર થાય છે સફેદ વાળની સમસ્યામાં તલના તેલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

તલનું તેલ, જે ખાસ કરીને કાળા વાળ પર વધારે અસર કરે છે. આ તેલ વાળના રંગને ઘાટા બનાવીને નાની ઉંમરે વાળને સફેદ થવાથી બચાવે છે. આ ઉપરાંત તલના તેલની રેગ્યુલર માલીસ કરવાથી વાળમા ખોળાની સમસ્યા પણ દૂર થાય છે. તો આવી અનેક સમસ્યાને દૂર કરવા આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Top