You are here
Home > Janva Jevu/Tips >

વાળમા ખોળો અને સફેદ વાળથી મુક્તિ મેળવવા માટેનો આ છે અસરકારક ઘરેલુ ઉપચાર, આજે જ અજમાવો અને જાણો ઉપયોગની રીત…

વાળનું ખરવું એ તો સામાન્ય બાબત છે. પરંતુ જો વધુ પ્રમાણમાં વાળ ખરતા હોય તો તમને વાળ ને લગતી સમસ્યા થઈ શકે છે. વાળ ને સારા રાખવા અને સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે વાળની સારસંભાળ રાખવી પડે છે. શું તમને ખબર છે રોજ ૧૦૦ વાળ ખારવા સામાન્ય વાત છે ? પરંતુ જો તમને તેનાથી વધુ વાળ ખરતા હોય તો તમારા વાળ ને નુકસાન થઈ શકે છે. વાળ ની આ સમસ્યા માટે ઘરેલુ ઉપાયો અપનાવી શકાય છે. તો ચાલો આજે વાળ ને ખરતા અટકાવવા માટેના ઘરેલુ ઉપચાર જોઈએ.

વાળ ખરતા અટકાવવા માટે ખોરાક માં કોબી નો ઉપયોગ વધુ કરવો અને કોબી નો રસ વાળના મૂળમાં ઘસીને લગાવવાથી વાળ ખરતા અટકે છે. એક ભાગ અડદ નો લોટ, ૧/૨ ભાગ આમલનું ચૂર્ણ, ૧/૪ સિકાકાઈનું ચૂર્ણ અને ૧/૪ ભાગ મેથી નો પાવડર રાતે પલાળી સવારે તેનાથી વાળ ધોવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે.

ભાંગરાના ૧૫-૨૦ પાનનો રસ સવાર-સાંજ પીવાથી ખરતા વાળ અટકશે. શતાવરી, આમળા, બ્રામહી અને ભૂંગરાજ નું ચૂર્ણ ૧ ચમચી દિવસમાં ૩ વખત પાણી સાથે ખાવાથી ખરતા વાળ બંધ થશે. ગ્રીન ટી ને વાટીને વાળમાં લગાવવાથી પણ ફાયદો થશે. વાળમાં મધ લગાવવાથી પણ વાળ ની બધી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. દિવેલ ગરમ કરીને વાળમાં લગાવવાથી પણ ખરતા વાળની સમસ્યા દૂર થશે. આદુના રસમાં લીંબુ નો રસ મિક્સ કરીને વાળના મૂળમાં સારી રીતે લગાવી વાળ ધોઈ નાખવાથી વાળ ખરતા ઓછા થશે.

એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન ઉમેરી તેને ઉકાળો. ૫-૧૦ મિનિટ આ તેલને ગરમ કરીને ત્યારબાદ ઠંડુ થવા દો. તેને ગાળીને એક બોટલમાં ભરી લો. આ તેલથી માલિશ કરવાથી વાળની વૃદ્ધિ થશે અને ખરતા બંધ થશે. આદુ વાળની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ અસરકારક ઈલાજ છે.

તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ભારે માત્રામાં વિટામિન હોય છે. આદુંમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે. તેથી જ ટાલ અને વાળ ખારવાની સમસ્યા તે દૂર કરી શકે છે. દહીમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાવી શકાય છે. જેતૂનનું તેલ સહેજ ગરમ કરી તેમાં એક ચમચી મધ અને તજ નો ભૂકો ઉમેરી પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટને થોડી વાર વાળમાં લગાવી ત્યારબાદ વાળ ધોઈ લો. તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે. ભોંયરીંગણીના પાનના રસને ૨૦ મિનિટ માલિશ કરવાથી વાળ ખરતા બંધ થાય છે. તાજા ગૌમૂત્રમાં જાસુદના ફૂલ વાટીને રાત્રે સૂતી વખતે માથા પર લેપ કરવાથી વાળ નો ગ્રોથ વધશે. મહેંદીના પાન ના પાવડરને પાણીમાં પલાળીને દરરોજ લગાવવાથી વાળની બધી સમસ્યાથી છુટકારો મળશે.

Leave a Reply

Top