You are here
Home > Life Style >

વાળ ને ખરતા અટકાવવા ઘણા પ્રયોગો અજમાવ્યા બાદ થાકી ગયા હોય તો એકવાર અજમાવો આ અક્સીર ઉપાય

મિત્રો, જેમ-જેમ ઋતુઓમા પરિવર્તન આવતું જાય છે તેમ-તેમ તેની સાથે માથાના વાળની સમસ્યાઓ મા પણ પરિવર્તન આવતું જ જાય છે. હવામાન મા થતાં આ અણધાર્યા પરિવર્તનો આપણી ચામડી અને વાળ પર અનેકવિધ રીતે અસર કરતા હોય હોય છે. આ ઉપર થી તમે એવું તારણ કાઢી શકો કે ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય દર વખતે કોઈને કોઈ સમસ્યા ખડે પગે ઊભી જ હોય છે. માથામા ઉદભવતી ખોળા ની સમસ્યા કે વાળ ખરી જવાની સમસ્યા પણ એક ખૂબ જ વિકટ સમસ્યા છે.

આ પ્રકારની સમસ્યાઓ કયા કારણે થાય છે તે અંગે નું કોઈ સચોટ કારણ શોધી શકાતું નથી. આ વાત તો સાવ સરળ છે કે જ્યાં સુધી સમસ્યાનું ઉદભવ સ્થાન અથવા તો મૂળ કારણ ના પકડાય ત્યાં સુધી તેનું નિદાન કઈ રીતે કરવું? આવી સમસ્યાઓ ને ખૂબ જ હળવાશ થી નિવારવી પડે છે જેથી સ્વાસ્થ્ય ને હાનિ ના પહોંચે અને જડમૂળથી આ સમસ્યા નું નિદાન પણ થઈ જાય. આજે આ લેખ મા અમે એક એવી જ પદ્ધતિ વિશે જણાવીશું , જે સાવ સરળ છે તથા તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.

જો તમે માથાના વાળ સાથે સંકળાયેલી કોઇ સમસ્યા થી પીડાતા હોવ તો સૌપ્રથમ , હેર વોશ કરવા માટે કેમિકલવાળું શેમ્પૂ અથવા તો કંડિશનર યુઝ કરવાના જગ્યાએ આ લેખ મા દર્શાવવામા આવેલ શિકાકાઈ અને તેની સાથે અન્ય પ્રાકૃતિક વસ્તુઓને ઉમેરીને બનાવાતું હેર પેક નો ઉપયોગ કરવો. આ હેર પેક ને વાપરવું થોડું જટિલ અને સમય માંગી લે તેવું છે. પરંતુ, તમે ફકત એકવાર આ નુસખો અજમાવો અને પછી જુઓ તમારી વાળ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ નો અંત આવી જશે.

આ નુસખો અજમાવવા થી માથાનું સ્કાલ્પ એકદમ શુદ્ધ અને સ્વચ્છ થઈ જશે જેથી, માથા ના વાળ મા કોઇપણ પ્રકાર નું ફંગસ લાગવાનો ભય રહેશે નહીં અને વાળ ખરી જવાનો તથા ટાલ પડવાનો ભય પણ દૂર થશે. વર્તમાન સમયમા મોટાભાગના લોકો વાળ ને સંલગ્ન અનેકવિધ સમસ્યા થી પીડાતા હોય છે. જેમકે, વાળ ખરી જાવા, ખોળા ની સમસ્યા ઉદ્ભવવી , વાળ પાતળા થઈ થવા જેવી સમસ્યાઓ થી પીડાતા હોય છે. વાળ ની આ સમસ્યાઓ ઉદ્ભવવા પાછળ દુષિત વાતાવરણ, દુષિત પાણી કે પછી વધુ પડતા કેમિકલયુક્ત ચીજવસ્તુઓ નો યુઝ કરવાથી જ વાળની ગુણવતા નબળી પડે છે.

ઘણી વાર એવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે કે વધતી જતી વય ના લીધે બોડી મા હોર્મોન્સ અસ્થિર થઈ જવાથી પણ વાળ ની આ સમસ્યાઓ ઉદભવી શકે છે. રક્તવિકાર , બ્લડ પ્રેશર તથા સ્ટ્રેસ લેવલ મા વૃદ્ધિ થવાથી પણ વાળ ખરવાની સમસ્યા મા વૃદ્ધિ થઈ શકે છે. ચાલો આ હેર પેક બનાવવાની પદ્ધતિ ને આપણે વિધિવત જાણીએ, જે અજમાવીને માથાના વાળ ની દરેક સમસ્યા ને જડમૂળથી દૂર કરી શકાશે. આવશ્યકતા અનુસાર શિકાકાઈનો પાવડર લેવો. ત્યારબાદ તેમાં તેટલી જ માત્રામાં અરીઠાનો પાવડર ઉમેરવો, ત્યારબાદ હિબિક્સ પાવડર કે જેને જાસૂદના બીજ ના પાવડર તરીકે પણ ઓળખવામા આવે છે તે અને મેથીના દાણા સપ્રમાણ માત્રામા લેવા.

હિબિક્સ પાવડર સિવાય ની આ તમામ સામગ્રી ને લઈને એક પાત્ર મા મિક્સ કરવી. ત્યારબાદ તેને આખી રાત સાદા પાણીમા પલાળીને રાખી મૂકવું. ત્યારબાદ પરોઢે ઉઠીને આ પલાળેલી પેસ્ટ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરવી. તેને મિક્સર મા યોગ્ય રીતે ક્રશ કરી નાખવી. ત્યારબાદ તેમાં રહેલું પાણી નિતારી લેવું. આ પાણીમા હિબિક્સ પાઉડર મિક્સ કરી લેવું. તો તૈયાર છે તમારું પ્રાકૃતિક હેર ટોનર પેક.

આ હેર પેકને ઉપયોગમા કઈ રીતે લેવું તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ :

શિકાકાઈ માથી તૈયાર કરેલ આ હેરટોનર પેક ના પાણીને વાળમા જડમૂળ સુધી પહોંચે તેવી રીતે લગાવીને ૧૦ મિનિટ સુધી રાખી મૂકવું. વાળને તે પ્રાકૃતિક ચીજવસ્તુઓ થી તૈયાર કરેલા પાણીથી એકદમ ચોળ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ લેવા. વાળ વોશ કર્યા બાદ શેમ્પૂ ના કરવું. જો તમે ઇચ્છો તો કંડિશનર નો યુઝ કરી શકો છો. કંડિશનર કરવું આવશ્યક નથી, ના કરો તો પણ ચાલશે. આ નુસખો તમે વીક મા બે વાર અજમાવી શકો છો. આ અસરકારક નુસખો અજમાવ્યા બાદ તમારા વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ જડમૂળથી દૂર થઈ જશે.

Leave a Reply

Top