You are here
Home > Articles >

વંદાઓ તેમજ જીવાતો ને દૂર ભગાવવા અપનાવી લો આ ઘરેલું ઉપાય, રસોઇધર બનશે સાફ અને સુરક્ષિત

મિત્રો, ક્યારેક રસોઈઘર ના કેબિનેટ માથી તો ક્યારેક વાસણ માથી ખબર નહિ ક્યારે અને ક્યા થી વાંદાઓ ફરતા જડી જાય! જ્યારે તમે રસોઈઘર ના કાર્ય ને પૂર્ણ કરીને બહાર જાઓ છો ત્યારે આ ઝેરી જીવ તમને કેબિનેટ કે વાસણો પર ફરતા દેખાઈ શકે છે અને આપણા માટે બિમારી ને આમંત્રણ આપે છે. રસોઈ કર્યા પછી ભલે તમે સ્લેબ તથા નીચે લાદી ની સાફ-સફાઈ કરતા હોવ પરંતુ, આટલુ જ પૂરતુ નથી. આ ઝેરી જીવો થી કેમ મુક્તિ મેળવવી એના અમુક ઉપાયો તમારા માટે લઈ આવ્યા છીએ, તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ.

પ્રશ્ન એ છે કે સૌથી પહેલા રસોઈઘર જ કેમ?

ઘર ના બીજા ભાગો કરતા સૌથી વધુ કીડી, મકોડા અને વંદા થવાની સંભાવના રસોઈઘર મા જ હોય છે. કારણ કે, આ ઝેરી જીવો ને પણ ભીનાશ અને ભોજન ની આવશ્યકતા હોય છે અને રસોઈઘર કરતા સારી જગ્યા કઈ હોય શકે? વિશેષ કરીને જો વરસાદી વાતાવરણ હોય તો ભેજ નિરંતર આ ભાગમા જળવાય રહે છે માટે આ જીવો વાસણમા રહેવા લાગે છે કારણ કે વાસણ તેમના માટે ઘર જેવુ બની જાય છે. આ ઉપરાંત અન્ય કારણ વાસણ ની સફાઈ યોગ્ય રીતે ના થઇ હોય.

રસોઈઘર ના પ્લેટફોર્મ, કેબિનેટ, ફ્રિજ, અને લાદી ની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી. ઘણીવાર નાના-નાના ભોજન ના ટુકડા રહી જવાના કારણે પણ આવા જંતુઓ તુરંત પહોંચી જતા હોય છે. કાર્ય કરતી વખતે જો લોટ કે ભાત જેવુ કાઈ પણ જમીન પર પડે તો તુરંત જ તેની સફાઈ કરી લેવી. આમ, કરવાથી તે સુકાશે નહિ અને સફાઈ પણ સરળતા થી થઈ જશે. રસોઈઘર ચોખ્ખુ રાખવુ જ પૂરતું નથી પરંતુ, તેને સૂકુ રાખવુ પણ એટલુ જ આવશ્યક છે.

વિશેષ કરીને ચોમાસામા સૂકા પોતાનો ઉપયોગ કરવો તેમજ સ્ટવ ને ભીના કપડા થી સાફ કર્યા બાદ તુરંત જ સૂકા કપડાં થી લૂંછી લેવુ. દાળ મા તડકો લગાવતી વખતે ઓઇલ અને મસાલા ના જે ટીપા બહાર ઉડે છે તે રોકવા હમેશાં ઢાંકણ ઢાંકીને જ તડકો આપવો. બેકિંગ સોડા, વિનેગર, કિટાણુનાશક અને ડિટર્જન્ટ ના મિશ્રણ થી સફાઈ કરવા થી ચીકાશ પણ દૂર થઈ જશે. આ સિવાય સફેદ સરકો અને પાણીને યોગ્ય માત્રામા મિક્સ કરીને જ્યા કીડીઓનો ત્રાસ હોય ત્યા છાંટી દેવી.

તેમજ જ્યા થી તે નીકળતી હોય તે કાણા ને પણ બુરી દેવા. દાલચીની, લવિંગ અને તજ થી પણ કીડીઓ દૂર ભાગે છે. તજપત્ર ને ખાંડના કે મીઠી વસ્તુના ડબ્બામા મૂકવાથી પણ કીડીઓ થી રાહત મળે છે. તજપત્ર નો ભુક્કો કરીને પણ રસોડાના ખૂણામા રાખી શકાય. આ ઉપરાંત કપૂરની ગોળી પણ આ સમસ્યા માથી મુક્તિ મેળવવા માટે અસરકારક સાબિત થાય છે. જ્યાં થી કીડીઓ નીકળતી હોય ત્યાં નાખી દેવું. આ સિવાય બેકિંગ પાવડર અને ખાંડ ને યોગ્ય માત્રામા મિક્સ કરીને જ્યા-જ્યા પણ કોકરોચ દેખાય ત્યા નાખી દેવું.

વિશેષ કરીને રસોઈઘર ના સિંક ના ખૂણા મા. આ મિશ્રણ ને દર ત્રીજા દિવસે બદલીને છાંટતા રહેવુ. કચરાપેટી ને રસોઈઘર મા નહિ પરંતુ, બાલ્કની અથવા પ્રાંગણ મા રાખવી તેમજ ઢાંકણ યોગ્ય રીતે બંધ રાખવુ. આ કચરાપેટી ને નિયમિત સાફ કરવી. વપરાયેલી ચા પત્તી, ફળ તથા શાકભાજીના કચરા ને રસોઈઘર મા રાખવા નહિ. રસોઈઘર મા બધા સામાન ને યોગ્ય એર ટાઈટ ડબ્બા મા ભરવા. રોટલી પણ બની શકે તો એર ટાઈટ ડબ્બા મા જ રાખવી, આમ, કરવાથી તેની સુગંધ ફેલાશે નહિ અને કીડીઓ થી રક્ષણ મળી શકશે.

વાસણ માથી એંઠવાડ કાઢીને જ તેને સિંક મા રાખવા. આમ, કરવાથી પણ તમે જંતુઓ ને નિમંત્રણ આપવાથી બચી જશો. વાસણ ધોયા બાદ સિંક પણ જરૂર સાફ કરવી. વધેલા ભોજન ની દુર્ગંધ થી પણ કીડી- મકોડા આકર્ષિત થાય છે એટલે ભોજન બનાવવાના સ્થાન પર થોડો બેકિંગ સોડા છાંટી દેવો.

લીંબુ નો રસ ભરેલો વાટકો પણ અહી મૂકી શકો છો. તેના સિવાય પ્લેટફોર્મ પર પોતુ મારતી વખતે બે ટીપા સરકાના પણ નાખી શકો. વિનેગર, ડિટરજન્ટ અને બેકિંગ સોડાના મિશ્રણ થી ચૂલો અને પ્લેટફોર્મ સાફ કરી શકાય. આમ કરવા થી જિદ્દી મા જિદ્દી દુર્ગંધ પણ દુર થઇ જશે અને તમારુ રસોઈઘર સ્વચ્છ થઈ જશે તથા તમારા ઘર માથી આ ઝેરી જીવજંતુઓ નો ઉપદ્રવ પણ દૂર થશે.

Leave a Reply

Top