You are here
Home > Articles

વરિયાળીના પાણીના સેવનથી આ રીતે ઘટાડે છે તમારૂ વજન અને વધારાની ચરબી, જાણો કેવી રીતે?

મિત્રો , મોટાપો એ એક અત્યંત ગંભીર સમસ્યા છે. આ મોટાપા ની સમસ્યા ના કારણે તમે અન્ય અનેકવિધ બીમારીઓ થી પીડાઈ શકો. જેમકે , હૃદય ને લગતાં રોગો , બ્લડપ્રેશર ની સમસ્યા , કમરદર્દ , સાંધા ના દુ:ખાવા વગેરે જેવી સમસ્યાઓ થી પીડાઈ શકો. જયારે તમે આ બીમારીઓ નું નિદાન કરાવવા માટે દાકતર પાસે પહોંચશો તો તે પણ તમને સૌપ્રથમ એ જ સલાહ આપશે કે તમે તમારુ વજન ઘટાડો.

હાલ , અમે આ લેખ માં એક એવા નુસ્ખા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા શરીર માં રહેલી આ વધારાની ચરબી ને દૂર કરી દેશે અને તમને મોટાપા ની સમસ્યા માંથી મુક્તિ અપાવશે. મોટા ભાગ ના લોકો આ મોટાપા ની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકાર ની એલોપેથી મેડિસીન્સ નું સેવન કરે છે તથા ઓપરેશન કરીવે છે પરંતુ , આ બધુ કરવાથી તેની આડઅસરો તમારા શરીર ને હાનિ પહોંચાડે છે અને આ સમસ્યા વધુ પડતી ગંભીર બને છે.

વરિયાળી એ એક એવી વસ્તુ છે જેમાં એન્ટીઈન્ફલિમેન્ટરી , કફનાશક , એન્ટીઓક્સિડન્ટ જેવા અનેક પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો વરિયાળી નું નિયમિત સેવન કરવામાં આવે તો આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. હાલ તમને વરિયાળી ના પાણી નું સેવન કરવાથી પ્રાપ્ત થતાં લાભો વિશે જણાવીશું પરંતુ , તે પૂર્વે આ વરિયાળી નું પાણી કેવી રીતે બનાવવું તેના વિશે માહિતી મેળવીએ.

વરિયાળી નું પાણી બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી :

વરિયાળી : ૧ ચમચી , પાણી : ૧ ગ્લાસ , મધ : ૧ ચમચી

વિધિ :
વરિયાળી નું પાણી બનાવવા માટે સૌપ્રથમ વરિયાળી ને આગલી રાત્રે પાણી માં પલાળી ને રાખી દયો. ત્યાર બાદ પરોઢે આ પાણી ને ગાળી ને તેમાં થોડું મધ ઉમેરીને નરણાં કોઠે તેનું સેવન કરી લ્યો. જો તમે ઈચ્છો તો વરિયાળી ને પાણી માં ઉકાળીને ત્યાર બાદ તેને ઠંડુ પાડી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરી શકો.

વરિયાળી ના પાણી ના સેવન થી થતાં લાભો :

મોટાપો દૂર થાય : આ પાણી નું નિરંતર અને નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. કારણકે , વરીયાળી ના પાણી ના સેવન થી આપણને ભૂખ ઓછી લાગે છે જેથી આહારના સેવન માં નિયંત્રણ આવે છે અને વધારાની ચરબી નું નિર્માણ થતું નથી. વરિયાળી માં ભરપૂર પ્રમાણ માં ફાઈબર પ્રાપ્ત થઈ આવે છે જે આપણાં શરીર ના મેટાબોલિઝમ ને કાર્યરત રાખે છે જેથી ભારે માં ભારે આહાર પણ સરળતાથી પચી જાય છે. પરિણામે ચરબી ના પ્રમાણ માં ઘટાડો થાય છે.

શરીર માં પ્રવર્તતા ઝેરીલા તત્વો દૂર કરે : વરિયાળી નું પાણી નું સેવન કરવાથી શરીર માં પ્રવર્તતા ઝેરીલા તત્વો તથા ટોક્સીન્સ શરીર ની બહાર નીકળી જાય છે અને આપણાં શરીર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

પાચન ને લગતી સમસ્યાઓ દૂર થાય : વરીયાળી ના પાણી નું સેવન કરવાથી તમારા પેટ સાથે સંકળાયેલી બીમારીઓ જેવી કે , અપચો , એસીડીટી , ગેસ , સોજો , પેટ ફુલાઈ જવું , કબજીયાત વગેરે જેવી સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે.

હૃદયરોગ ની સંભાવના માં ઘટાડો જોવા મળે છે : વરિયાળી ના પાણી નું નિયમિત સેવન કરવાથી હૃદયરોગ થવાની સંભાવનાઓ ઘટે છે. વરિયાળી માં પુષ્કળ પ્રમાણ માં ફાઈબર , વિટામીન , એન્ટીઓક્સિડન્ટ વગેરે ભરપૂર પ્રમાણ માં હોય છે જે હૃદય નો હુમલો આવવા ની સંભાવનાઓ માં ઘટાડો કરે છે.

વિશેષ નોંધ :
આ નૂસ્ખો અજમાવતા સમયે વરિયાળી નો વધુ પડતો ઉપયોગ ના કરવો કારણકે તેનાથી સ્કીન માં રેશીસ ની સમસ્યા ઉદભવે છે તથા કોઈ અન્ય પ્રકારની સમસ્યા ઉદભવે છે માટે આ ઔષધિ ની વધુ પડતી માત્રા આપણાં માટે નુકશાનદાયક સાબિત થઈ શકે

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top