You are here
Home > Articles >

વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરૂમ કે પછી ઓફિસમાં મોરપીંછ ને રાખો આ દિશામાં અને પછી તેનો જુઓ કમાલ….

મિત્રો, મોરપીંછ ની વાત આવે એટલે આપણાં પ્રભુ શ્રી કૃષ્ણ ની સ્મૃતિ સૌપ્રથમ મનમાં કંડારાય છે. કારણકે પ્રભુ શ્રી કૃષ્ણને મોરપીંછ અતિ વ્હાલું છે. આપણને સૌને ખ્યાલ છે કે પ્રભુ શ્રી કૃષ્ણે મોરપીંછને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે.

મોરનું પીછું એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક શાસ્ત્રો માં એવી માન્યતાઓ છે કે મોરનું પીછું આપણાં જીવનમાં સફળતાના દ્વાર ખોલી આપે છે. આપણાં હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર ને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર ગ્રહો અને નક્ષત્રોના આધાર પર આવનાર સમય માં બનનારી ઘટનાઓની પૂર્વ માહિતી આપી ચેતવણી આપે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર આપણાં ઘર, ઘર નું સ્થાન તથા દિશાઓને આધારે ઘર માં નાના-મોટા પરિવર્તન કરી ઘરમાં સુખ શાંતિ અને હકારાત્મક ઉર્જાનું દિશા સૂચન કરે છે.

આ બંને પૌરાણિક શાસ્ત્રમાં અમુક શુભ ચિન્હો અને શુભ ચીજ વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે ,જેના દ્વારા મનુષ્ય તેના જીવનમાં જો ઇચ્છે તો સુખ શાંતિનો અનુભવ કરી શકે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ શુભ ચીજોમાં તથા શુભ સંકેતમા મોરપીછ નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જો ઘરમાં મોરનું પીછું રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે અને ઘરમાં લક્ષ્મી માતા નો વાસ થાય છે.

શું તમે પણ ઇચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય અને ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે તો ઘરમાં યોગ્ય દિશામાં મોરનું પીછું રાખવું જોઈએ. પ્રભુ શ્રી કૃષ્ણ નું પ્રિય એવું મોરપીંછ કાર્યમાં આવતા તમામ વિઘ્નોને દૂર કરી સફળતાના દ્વાર ખોલી આપે છે .

પરંતુ આ મોરપીંછ ઘરમાં લાવતા પૂર્વે શરત એ છે કે તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં આવે. કોઈપણ અગત્યનું કાર્ય તમે સફળતાપૂર્વક પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો મોરપીંછ બેડરૂમમાં પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું આવશ્યક છે.

જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા ઉદ્ભવતી હોય તો તેના નિવારણ માટે ઓફિસ અથવા ઘરની તિજોરીમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીછ રાખવું જેથી નાણાંકીય લાભની પ્રાપ્તિ થાય છે. જો લાંબા સમયથી તમારા નાણાં ફસાયેલા હોય તો પણ તિજોરીમાં મોરપીછ મૂકવાથી તે પરત મળે છે તેમજ ધન મેળવવા માટેના અન્ય માર્ગ પણ ખુલ્લા થાય છે.

ઘરમાં મોરપીંછ રાખવાથી હકારાત્મક ઉર્જા નું નિર્માણ થાય છે. ઘર માં મોરપીંછ રાખવાથી ઘરમાં વસતા લોકો અને તેમની આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક બને છે. મોરપીંછ ના પ્રભાવના કારણે તમારા શત્રુ પણ તમારા મિત્ર બની જાય છે તેમજ કુટુંબમાં થયેલા મતભેદ પણ દૂર થાય છે ‌અને પારિવારિક સંબંધો પણ મોરપીંછ ને કારણે મજબૂત બને છે.

ઘરમાં રહેલી વાસ્તુદોષનો નાશ કરવા માં પણ મોરપીંછ મહત્વનો ભાગ ભજવે છે. ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ લગાવવામાં આવે તો ઘરમાં રહેલી તમામ વાસ્તુદોષ દૂર થાય છે. ઘરના પ્રમુખ દ્વાર પર મોરપીંછ સાથે ગણેશજીની મુર્તિ મુકવામાં આવે તો પણ વિશેષ લાભ થાય છે.

જો ઘરના બાળકોનું અભ્યાસમાં મન ના લાગતું હોય તો પણ તેમના સ્ટડી ટેબલ પર મોરપીંછ મૂકવાથી બાળકોને અભ્યાસ પ્રત્યે રૂચી કેળવાય છે તેમજ અભ્યાસમાં અભૂતપૂર્વ સફળતા પણ પ્રાપ્ત થાય છે.કૃષ્ણએ ધારણ કરેલું મોરપીંછ ઘરમાં ધન-ધાન્ય તેમજ સ્નેહનું વાહક છે.

Leave a Reply

Top