You are here
Home > Jyotish >

વાસ્તુ પ્રમાણે મનની શાંતિ તેમજ ધન ની પ્રાપ્તિ માટે અપનાવો આ રીત

મિત્રો, નિરંતર વ્યસ્તતા ભરેલી જિંદગી માં પ્રત્યેક વ્યક્તિ મન ની શાંતિ પહેલા ઈચ્છે છે. મન ની શાંતિ ત્યારે જ મળે છે, જ્યારે આપણી આજુબાજુ ની સ્થિતિ સુખદાયી હોય અને સુખ પ્રાપ્ત કરવા માટે નાણાં પણ સુખ નો જ એક હિસ્સો છે. તો મનની શાંતિ અને નાણાં પ્રાપ્તિ માટે અમુક સરળ ઉપચારો કરીએ, જેનાથી આપણાં ઘરમાં અને મનમાં સુખ અને શાંતિ સદાય માટે રહે. મન અને ઘરની સુખ-શાંતિ માટે વાસ્તુશાસ્ત્ર પણ એક અગત્યનો ભાગ ભજવે છે.

આ લેખમાં જણાવવામાં આવેલી નાની-નાની વાતો ની કાળજી રાખવાથી સુખ શાંતિ આપણા દ્વાર પર દસ્તક દઈ શકે છે. અનેકવાર આપણા રોજિંદા ઉપયોગમાં આવતી નાની-નાની વસ્તુઓ એવી હોય છે કે જે વાસ્તુશાસ્ત્ર સાથે વિશેષ મહત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, સ્વાસ્થ્ય વર્ધક ગણાતું લવિંગ. આપણે આપણાં રસોઈઘર માં કોઈ ને કોઈ રીતે લવિંગ નો વપરાશ કરતા હોઈએ છીએ. લવિંગ એ સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. આપણાં હિન્દુ ધર્મમાં તો લવિંગનો ઉપયોગ પૂજા-પાઠ ના કાર્ય માં પણ કરવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ લવિંગ નું એક વિશેષ મહત્વ છે. ઉજ્જૈન ના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય દયાનંદ શાસ્ત્રી કહે છે કે, લવિંગ એ એક વિશેષ ઔષધ છે. તે ઔષધ તો છે જ પરંતુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવા જોઈએ તો લવિંગ જીવનને સુખ-સમૃદ્ધિ તથા ધન ધાન્ય થી પરિપૂર્ણ થઈ શકે એટલું પ્રભાવી છે. લાંબા સમયકાળ થી કોઈ અગત્યનાં કાર્ય પૂર્ણ કરવામાં સંકટ આવતું હોય તો લવિંગ ,એલચી અને સોપારી વાળા પાન નું બીડું પ્રભુ શ્રીગણેશ ને અર્પણ કરવાથી કાર્યમા આવતા તમામ પ્રકારના સંકટો દુર થાય અને કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થાય છે.

ઘરમાં ઉદભવતી નેગેટિવિટી ને દૂર કરવા માટે પણ લવિંગ નો ઉપયોગ કરવામાં આવે છે. ૭-૮ લવિંગના દાણા બાળી ઘર ના કોઈ એક ખૂણામા મૂકી દેવામાં આવે તો ઘરમાં થતો વાદ-વિવાદ અને અશાંતિ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા નું વહન થાય છે. ઘર ની સુખ-સમૃધ્ધિ માં પણ વૃદ્ધિ થાય છે. ઘરની પૂજા માં પ્રજ્વલિત કરવામાં આવતા દીવડા માં પણ ૨ લવિંગ ઉમેરવામાં આવે અથવા તો ઘરમાં થતી આરતીમાં કપૂરની સાથોસાથ બે લવિંગ પણ ઉમેરવામાં આવે તો ઘર માંથી કંકાસ દૂર થાય છે.

ઘર ના સદસ્યો પ્રત્યે પ્રેમ ની લાગણી માં વૃદ્ધિ થાય છે અને અગત્યના કાર્ય પૂર્ણ કરવામાં આવતા પ્રોબ્લેમ્સ પણ દૂર થાય છે. લવિંગ ઘરમાં પોઝિટિવિટી ફેલાવે છે તથા નકારાત્મક પ્રભાવ ને ઘર માંથી દૂર કરીને શાંતિ સ્થાપવા માટે ઉપયોગી સાબિત થાય છે. લવિંગના ઉપયોગ દ્વારા કરવામાં આવતો એક ખૂબ જ અસરકારક નુસખો તમારા પર માતા લક્ષ્મીની કૃપા વરસાવશે. એવું કહેવાય છે કે, કાળા મરી અને લવિંગને માથા પરથી ઉતારીને જ્યાં કોઈ વ્યક્તિ અવરજવર ના કરતું હોય એવી જગ્યાએ ફેંકી દેવુ.

જેથી, તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. મરી અને લવિંગને માથા પરથી ઉતારીને તમે એક-એક લવિંગ ચારેય દિશામાં ફેંકી શકો છો અને આ કાર્ય કર્યા બાદ પાછળ વળીને જોવું નહીં. આમ, કરવાથી પણ તમારા ઘરમાં રહેલી નેગેટિવિટી દૂર થઈ જાય છે. આ સિવાય દર શનિવારે કપૂર અને લવીંગનો ધૂપ કરીને ઘરના દ્વાર મા મૂકવાથી નેગેટિવ શક્તિઓ ઘર માંથી દૂર રહે છે અને ઘર માં સુખ-શાંતિ નો માહોલ જળવાઈ રહે છે. તો આ નુસખા ને અવશ્ય અને અચૂક અજમાવો.

Leave a Reply

Top