You are here
Home > Articles >

વાવાઝોડાની અસરનો પ્રારંભ , સૌરાષ્ટ્રમા ઠેર-ઠેર વરસાદના હળવા ઝાપટા

મિત્રો, અરબી સમુદ્રમા ઉદભવેલા દબાણના કારણે ગુજરાતના દરિયાઈ તટ પર સ્થિત વિસ્તારોમા પવનની ગતિ ઉતરોતર વધી રહી છે અને હાલ ગુજરાતના પોરબંદરના દરિયામા કરંટ વર્તાઈ રહ્યો છે. અહી પંદર થી વીસ ફુટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર પર સ્થિત ગુજરાત-સોૈરાષ્ટ્ર સહિતના તમામ બંદરો પર માછીમારોને એલર્ટ રહેવા માટે અને દરિયામાથી પાછા આવી જવા માટે જણાવ્યુ છે.

હાલ, આવનાર સમયમા પોરબંદર , વેરાવળ ,દીવ , માંગરોળ , જાફરાબાદ , રાજુલા , જામનગર , ઓખા , જામનગર , દ્વારકા , સલાયા , બેડી ,રોજી ,સિકકા બંદર પર ભયસુચક એક નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યુ છે. દરિયામા હાલ ૧લી જુનથી ૩૦ જુલાઈ સુધી માછીમારી માટે વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. જેથી, બધી જ બોટ દરિયાકાંઠે પરત આવી રહી છે. અહી, વાવાઝોડાની સંભવિત અસર ૪ તારીખની આસપાસ દેખાઈ શકે.

રાણાવાવ તાલુકાના અમુક સીમ વિસ્તારોમા તથા બરડા પંથકના બગવદર આસપાસના વિસ્તારોમા ગઈકાલે વરસાદનુ હળવુ ઝાપટુ વરસી ગયુ હતુ. હજુ પણ દરિયામા દબાણ યથાવત છે. જે તબકકાવાર સાયકલોનિક સીસ્ટમમા પરિવર્તિત થાય છે અને હાલ તે કઈ તરફ જઈ રહ્યુ છે તે નકકી કરવુ થોડુ મુશ્કેલ છે. સરકારે તમામ જિલ્લા કલેકટરોને અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને રાજય સરકારને આ અંગે સાવચેત રહેવા માટે સૂચિત કર્યા છે.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top