You are here
Home > Articles >

વાવાઝોડુ / પૂર્વ ભારત પર ત્રાટક્યુ “અમ્ફાન”નુ આતંક, આ હાહાકાર ના ફોટોસ જોઇને તમે ચોંકી જશો

મિત્રો, હાલ આપણો દેશ ચારેય તરફથી સંકટનો સામનો કરી રહ્યુ છે. હજુ કોરોનાની સમસ્યાથી ઝઝૂમી રહેલા આપણા દેશ પર મહાવાવાઝોડુ “અમ્ફાન” ત્રાટકી પડ્યુ છે. આ વાવાઝોડા ની સૌથી વધુ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ પર પડી છે. આ વાવાઝોડુ હાલ પૂર્વ તરફના વિસ્તારમા જાણે હાહાકાર મચાવી રહ્યુ હોય તેવા ફોટો હાલ સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગનુ અનુમાન એવુ છે કે જ્યા વાવાઝોડાનુ મુખ્ય કેન્દ્ર છે ત્યા પવન ૧૭૦-૧૮૦ કિમી/કલાક ની તીવ્ર ગતિએ ચાલી રહ્યો છે.આપણા દેશના પૂર્વ ભાગ પર અમ્ફાને હાલ હાહાકાર મચાવ્યો છે. કાચા મકાનો, વૃક્ષો અને મોબાઈલ ટાવર્સને સૌથી વધુ હાની પહોંચાડી છે આ તોફાને.બંગાળ અને ઓરિસ્સામા સૌથી વધુ નુકશાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ સદીનુ સૌથી ભયાનક વાવાઝોડુ ‘અમ્ફાન’ હાલ બુધવારના રોજ પશ્ચિમ બંગાળમા ભારતીય દરિયાકિનારે ત્રાટક્યુ હતુ. આ સમયગાળા દરમિયાન ભારે વર્ષા પણ થઇ. કોલકાતાના હવામાન વિભાગે જણાવ્યુ કે, પશ્ચિમ બંગાળમા બપોરના ૨:૩૦ વાગ્યે ‘અમ્ફાન’ના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ, જે આગામી ૪ કલાક સુધી યથાવત રહેશે.

આ ભયજનક વાવાઝોડાની ઝપેટમા ના આવે તે માટે બંગાળ અને ઓરિસ્સાના લગભગ ૪.૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામા આવ્યા છે. ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારે અનેક ગ્રામ્ય વિસ્તારો ખાલી કરાવવામા આવ્યા છે. હાલ પૂરતુ દરિયાકિનારાના વિસ્તારોએ જવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

બંગાળ અને ઓરિસ્સામા સૌથી વધુ હાની પહોંચી હોવાની આશંકા સેવાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૫૩ કરતા પણ વધુ એન.ડી.આર.એફ.ની ટુકડી તૈનાત કરવામા આવી છે. આ સિવાય આર્મી ફોર્સના ૨ એરક્રાફ્ટ પણ તૈનાત રાખવામા આવ્યા છે. ગયા વર્ષે ૩ જી મેના રોજ ઓડીશામા “ફેની” વાવાઝોડુ ત્રાટક્યુ હતુ જેમા, ૬૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વાવઝોડાનાં કારણે રેલવે અને જાહેર માર્ગ પરિવહન સેવા પણ બંધ થઇ ગઈ છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ વીજળી અને સંચારના ટાવર ઉખડી રહ્યા છે તથા કાચા મકાનો ધરાશાયી થઈ રહ્યા છે. આ વાવાઝોડાના કારણે પાકને ખુબ જ મોટાપાયે હાની પહોંચી છે. ઓરિસ્સામા ઘણી જગ્યાએથી ઝાડ ઉખાડી જવા તથા મકાનો ધરાશાયી થયા હોવાની ખબરો સામે આવી રહી છે.

Leave a Reply

Top