You are here
Home > Articles >

આ વેબસીરિઝ નુ ટ્રેઈલર બહાર પડતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા વિડીયો !

મિત્રો, પહેલી બે સીઝનની બહોળી સફળતા બાદ લોકપ્રિય વેબસીરિઝ “કહને કો હમ હૈ હમસફર”ની ત્રીજી સીઝન આવી રહી છે. હાલ તેનુ ટીઝર બહાર પાડી દેવામા આવ્યુ છે. આ વેબસીરિઝની લોકપ્રિયતામા દરેક સીઝનની સાથે વધારો થઈ રહ્યો છે. પહેલી અને બીજી સીઝન બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ ચૂકી છે, જેના કારણે આ ધારાવાહિક ના નિર્માતાઓએ ત્રીજી સીઝન પણ લાવવી પડી. આ ધારાવાહિકમા પરિણીત રોનીત રોય અને મોના સિંહની પ્રેમની વાર્તા છે. આ ધારાવાહિક સંબંધો વચ્ચેની સાચી અને ખોટી માન્યતાઓ વિશે જણાવે છે.

આ ટીઝર રિલીઝ સમયે નિવેદન આપતી વખતે અભિનેતા રોનિત રોય જણાવે છે કે, ‘મને એ ખ્યાલ હતો કે આ સિરીઝ લોકોને ખૂબ જ પસંદ પડશે પરંતુ, આટલી મોટી સફળતાની કલ્પના ક્યારેય પણ કરી નહોતી. અમારી પહેલી બે સીઝન પર લોકોએ પોતાનો અખૂટ પ્રેમ વરસાવ્યો જેના કારણે આજે ત્રીજી સીરિઝ શક્ય બની. આ માટે હુ દર્શકોનો ખૂબ જ આભારી છુ.

મારા ચાહકવર્ગ ને હુ ફક્ત એટલુ જ જણાવવા ઇચ્છુ છુ કે, એક મોટા ઘટસ્ફોટ સાથે સીઝન-૩ માટે તૈયાર થઈ જાઓ. મને આશા છે કે, શૂટિંગ કરતા સમયે જેટલી મજા અમને આવી તેટલી જ મજા તમને પણ આવશે. ગુરદીપ કોહલીએ જણાવ્યુ કે, આ સીઝનમા દર્શકોને નવી પૂનમ અને તેના અનેકવિધ નવા સ્વરૂપ જોવા મળશે.

મને આનંદ છે કે, આ વેબ સિરીઝ મા મે એક અગત્યની ભૂમિકા ભજવી છે. આ સીઝનમા ફરી એકવાર સંબંધો અને લાગણીઓ ના મુદ્દા પર ભાર મૂકવામા આવ્યો છે. મને આશા છે કે, દર્શકો આ સિઝનને અવશ્ય પસંદ કરશે. ૬ જૂનના રોજ પહેલો એપિસોડ પ્રસારિત થશે, એવી શક્યતા છે. આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top