You are here
Home > Articles >

15 દિવસમાં ફરી ભાગી ગયેલા વેવાઈ-વેવાણનો ફેમિલીનો સંદેશો!, કંઇ કામ હોય તો…

સુરત જિલ્લામાં ગયા કેટલાક મહિનાઓથી પ્રેમ સ્ટોરી વધુ ચર્ચામાં છે. લગ્ન પહેલા વરરાજા અને વહુના મમ્મી પપ્પા ભાગી ગયા હોવાની બાબત સામે આવી હતી. બાળકોના મેરેજ પહેલા જ વેવાઈ વેવાણ ભાગી ગયા હતા. ત્યારપછી વેવાઈ તેમની દીકરીના લગ્ન સંપન્ન કરવા માટે પરત ફર્યા હતા. 15 દિવસ બાદ ફરી બન્ને ફરાર થયા હતા. ત્યારે હવે સુરતના વેવાઈ અને વેવાણને નવી હિંમત આવી છે. તેમણે કહ્યું કે પત્નીએ સાથ ન આપ્યો, અમે સાથે રહીશું, કામ હોય તો કહેજો.

સુરતની અંદર વેવાઈ અને વેવાણ ફરી એકવખત ભાગી ગયા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે વેવાઈ તેમની દીકરીના મેરેજ પૂર્ણ કરાવવા માટે જ પાછા ફર્યા હતા. 13-14 ફેબ્રુઆરીએ તેમની પુત્રીના લગ્ન યોજાયા હતા. 15 દિવસ બાદ ફરી વેવાઈ અને વેવાણ સાથે ફરાર થયા હતા. વેવાઈ અને વેવાણ પહેલી વખત ફરાર થઈ ગયા બાદ વેવાઈને તેમના ફેમિલીએ સ્વીકાર કરી લીધા હતા. જોકે વેવાણને તેમના પતિએ સ્વીકાર્યા ન હતા. જેથી તે તેમના પિતાના ઘરે રહેતા હતા. આ કારણોસર વેવાઈ વ્યથિત હતા અને આમ ફરી એકવખત વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

• મારા કારણે વેવાણને ભાગવાનો વારો આવ્યોઃ વેવાઇ

વેવાઇના પુત્રીના મેરેજ પૂર્ણ કર્યા પછી વેવાઇએ વેવાણને ઘરે લાવવાની જીદ પકડી હતી. વેવાઇએ ફેમિલીનો માણસોએ કહ્યું હતું કે મારા લીધે વેવાણને ભાગવાનો વારો આવ્યો છે. તેથી મારે તેને મારી સાથે રાખવી છે. આપણે સૌ સાથે મળીને ફેમિલીની જેમ રહીશુ. પરંતુ પત્ની સાથેના પરિવારે ભારે વિરોધ કરતા તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. પરિવારના ભારે વિરોધને કારણે બન્ને ફરીથી ભાગી ગયા હતાં. 29 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગેલા વેવાઈ-વેવાણ નાસિકથી પરત આવી ગયા હોવાની ચર્ચા છે. જોકે હવે તેઓ સુરતમાં જ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

• પત્નીએ મને સાથ ન આપ્યો, પરંતુ હું મારી પ્રેમિકાને નહીં છોડી શકુઃ વેવાઈ

વેવાઇના નજીકના માણસોના કહ્યા પ્રમાણે, પિતા શરૂઆતમાં વેવાણને રાખવા તૈયાર ન હતા, પરંતુ સામાજિક આગેવાનોએ કહ્યું હતું કે કેટલાક દિવસ તમે રહેવા દો, બાદમાં મામલો શાંત પડતા પતિ પાછી તેડી જશે. પરંતુ, પતિએ વેવાણને ફરીથી સ્વીકારવાનો સાફ ના કરતા તે મૂંઝવણમાં મુકાઇ હતી. તેથી બન્ને ફરીથી ભાગી ગયા હતા. ‘હું જાવ છું. અમે સાથે રહીશું, કામ હોય તો કહેજો તેવું ફેમિલીનો માંસો કહીને હિંમત ઘરેથી નીકળી ગયો હતો.આ મામલો ફરી સમાજના દરબારમાં પહોંચ્યો છે. વેવાઈએ કહ્યું કે,પત્નીએ મને સાથ ન આપ્યો પરંતુ હું મારી પ્રેમિકાને નહીં છોડી શકુ.

dip

Leave a Reply

Top