You are here
Home > Jyotish >

વિક્રમ સંવંત ૨૦૭૭મા થઇ જાઓ સાવધાન, નવા સંવત્સર પર છે કાલસર્પ નો યોગ, શું તમારી રાશિ છે આ યાદી મા..

મિત્રો, વ્યક્તિ ના જીવનમા જ્યારે કાલસર્પ યોગ નું આગમન થાય છે ત્યારે તેમના જીવનમા ચડાવ-ઉતાર નો પ્રારંભ થાય છે. હાલ, આવનાર નવું સવંતસર ૨૦૭૬ પર કાલસર્પ યોગ ઘુમતો હોવાના કારણે તે દેશ અને દેશની પ્રજા માટે જરાપણ શુભ નથી. કારણ કે, સ્વતંત્ર ભારત ની કુંડળી મા હાલ વૃષભ લગ્ન સ્થાને છે જેના કારણે કુલિક કાલસર્પ યોગ નું સર્જન થઈ રહ્યું છે જેનું પરિણામ અત્યંત ગંભીર આવશે.  આપણાં દેશ ની પ્રભાવ રાશિ કર્ક રાશિ ના બારમાં ભાવમા શેષનાગ કાલસર્પ યોગ નું સર્જન થઈ રહ્યું છે જે દેશની આર્થિક સ્થિતિ કથળી શકે તેવું નિર્દેશ કરી શકે છે.

કાલસર્પ યોગ નો અર્થ શું થાય છે ?

કાલસર્પ યોગ એટલે એક એવા પ્રકાર નો યોગ કે જે રાશિજાતક ની પૂર્વ જન્મ ની કોઈ ભૂલ અથવા તો દંડ અથવા તો શ્રાપ ના ફળસ્વરૂપે તેની જન્મકુંડળીમા જોવા મળે છે. જ્યારે કોઈ કુંડળીમા સાત ગ્રહ, રાહુ અને કેતુ વચ્ચે હોય ત્યારે સમજવું કે આ ઘાતક કાલસર્પ યોગ છે. આ યોગ મા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે તણાવ મા રહે છે અને સાથે જ સંતાન સંબંધી જ સમસ્યા થી પણ પીડાય છે. તે ચારેય તરફ થી આર્થિક સંકટો થી ઘેરાયેલો રહે છે. તેને અનેક પ્રકાર ની બીમારીઓ સતાવતી રહે છે.

તેમના કાર્યો બનતા-બનતા બગડી જાય છે અથવા તો તેમા અડચણો ઉભી થાય છે. આ વ્યક્તિના જીવનમા નિરંતર ઉતાર-ચઢાવ ની સ્થિતિ જોવા મળે છે. આ યોગ નો પ્રભાવ જ એવો છે કે જો આ યોગ શુભ હોય તો વ્યક્તિના જીવન ને ઉચ્ચ શિખર સુધી પહોંચાડી દે છે અને તમને જમીન પર થી આસમાન પર ઉડતા કરી દે છે. ઘણા મહાન નેતા, ઉદ્યોગપતિ, ફિલ્મી અભિનેતા, લેખક આ યોગ ના શુભ પ્રભાવ અનુસાર પોતાના જીવનના માપદંડો ને સ્થાપિત કરે છે.

આ યોગ થી આસમાન જેટલી ખ્યાતિ મેળવાનાર કલાકાર પણ એકાએક ધૂળ ખાતો થઈ જાય છે. નુતન સંવત્સરના આ પ્રથમ દિવસે સૂર્ય ઉદય ના સમયકાળે ગુરુ કેતુ સાથે તેની રાશિ ધનુ મા સ્થિત થશે. ૨૯ માર્ચ મધ્યરાત્રિ થી મંગળ મકર રાશિમા પ્રવેશ કરશે. રાહૂ મિથુન તેમજ કેતુ ધન રાશિમાં ૧૦મા સ્થાનમા પ્રવેશ કરશે આમ, તમામ ગ્રહો સાથે મળી ને બૃહસ્પતિ કાલસર્પ યોગ ની રચના કરે છે, તો સાવચેત રહેજો.

Leave a Reply

Top