You are here
Home > Articles >

વિમાનમાં એક સ્ત્રીએ ટોયલેટના ભ્રમ માં ખોલી નાખ્યો ઇમર્જનસી ગેટ, અને પછી જે બન્યું…

મિત્રો , વિશ્વ માં દરરોજ અવારનવાર અનેક એવી વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે જેના વિશે વિચારીને આપણે ઊંડા વિચાર માં સરી પડતા હોઈએ છીએ કે આવું કેવી રીતે બની શકે ? શું આવું થવું શક્ય છે ? આટલી મોટી ભૂલ તેના દ્વારા થઇ જ કેવી રીતે ? આવા અનેક પ્રકાર ના પ્રશ્નો મન માં ઘૂમી રહ્યા હોય છે જેના કોઈપણ તાર્કિક ઉત્તર પ્રાપ્ત થઈ શકતા નથી.

હાલ આવી જ એક અજીબોગરીબ ઘટના વિશે આજના આપણા લેખ માં આપણે ચર્ચા કરીશું જે વિશે જાણી ને તમે પણ સ્તબ્ધ થઈ જશો. તો આ ઘટના કંઈક એવી બની કે , બ્રિટેન ના માન્ચેસ્ટર એરપોર્ટ થી ઇસ્લામાબાદ માટે વિમાન ઉડ્યન ભરવાની તૈયારી માં હતું આ સમયે પાકિસ્તાન એરલાઇન્સ માં મુસાફરી કરી રહેલી એક યાત્રી ની એક નાનકડી એવી ભૂલ ના કારણે આખા વિમાન માં હાહાકાર મચી ઉઠ્યો તથા સનસની ફેલાઈ ઉઠી.

એવું તો આ વિમાન માં શું થયું કે જેના લીધે લોકો બેકાબુ બની ગયા. આ વિમાન સફર કરી રહેલી યાત્રી એ ભૂલ મા મેં ભૂલ માં વિમાન ના ઈમરજંસી દરવાજા ને ટોઇલેટ નો દરવાજો સમજીને ખોલી નાખ્યો. આ દરવાજો ખોલ્યા બાદ વિમાન માં બેસેલા તમામ યાત્રીઓ નો જીવ તાળવે ચડી ગયોઅને બધા જ આ ઘટના થી અત્યંત હેબતાઈ ગયા અને શોર-બકોર કરવા મંડ્યા અને આમ-તેમ ભાગવા માંડ્યા.

આ ઘટના અંગે પાકિસ્તાન ની વિમાન કંપની નું એવું જણાવવું છે કે , વિમાન જયારે માન્ચેસ્ટર હવાઈ મથક પર સ્થિત હતું તે જ સમયગાળા દરમિયાન આ સ્ત્રી એ ઈમરજંસી ડોર ખોલવા માટે નું બટન દબાવી દીધું હતું જેથી ઈમરજંસી ગેટ ખુલી ગયો હતો. પીઆઈએ ના પ્રવક્તા નું નિવેદન એવું છે કે , ‘ પીઆઈએ ની મૅન્ચેસ્ટર ઉડાન pk-702 ને ઉડ્યન માટે ૭ કલાક જેટલું ડીલે થયું હતું.

આ સ્ત્રી ના આ નાની એવી ભૂલ ના કારણે અન્ય યાત્રીઓ ને અનેક પ્રકાર ની સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો. આ ઘટના ઘટ્યા બાદ ૪૦ જેટલા મુસાફરો ને તેમના સામાન સાથે વિમાન માંથી ઉતારી ને તેમની હોટેલ માં રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાર બાદ તેમને અન્ય ઉડયન વિમાનો દ્વારા તેમના ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માં આવ્યા હતા.

પીઆઈએ ના પ્રમુખ અધિકારી એયર માર્શલ અરશદ માલિકે આ ઘટના અંગે વિશેષ તપાસ કરવા માટે ના આદેશ આપ્યા છે. મિત્રો , આપણે ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે પાછલા ઘણા સમયથી પાકિસ્તાન ની આ રાષ્ટ્રીય વિમાન કંપની અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિ થી ઝઝૂમી રહી છે પરંતુ , સરકાર દ્વારા હાલ આ પરિસ્થિતિ ને દૂર કરવાના અને તેમાંથી બહાર નીકળવા માટે ના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top