You are here
Home > Articles >

આ જ્યોતિષીય ઉપચાર અપનાવી લીધા બાદ જુઓ વૃષભ રાશિના વ્યક્તિઓને મળે છે કેવી સફળતા ને થાય છે માલામાલ

વૃષભ રાશિના વ્યક્તિઓ શાંત તથા કોમળ દિલવાળા હોય છે. રાશિચક્રમાં આ રાશિ દ્વિતીય સ્થાન પર છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના માણસો સ્વભાવથી અંતર્મુખી તથા વિશ્વાસપાત્ર હોય છે. આ માણસો કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. તેમને મહેનતનો ડર લાગતો નથી. આ રાશિના માણસો ડાન્સ, ગીત, રમત, સારી ચીજવસ્તુઓનો ભેગો કરવો તથા પુસ્તકો વાચવા ગમે છે. આ વ્યક્તિઓ પોતાનું કામ ચતુરાઈથી બીજા કોઈ માણસ પાસે કઢાવી લે છે.

અગત્યની વાત તો એ છે કે તે વાતોને ગુપ્ત રાખવી સૌથી વધુ પસંદ કરે છે. બીજા બાજુ ઉદારભાવ તથા દયાભાવ રાખે છે. પ્રયાસો તથા પરિશ્રમને વધુ અગત્યતા આપવાનું પસંદ કરે છે. શાંત વાતાવરણ સૌથી વધુ ગમે છે. આ રાશિના માણસો યોજનાઓ બનાવવામાં માહિર છે. આ માણસોએ પોતાની મનોકામના પૂરી કરવા માટે કયા કયા જ્યોતિષીય ઉપચાર અજમાવવા જોઈએ, તે બાબત વિશે વાત કરીશું.

ગ્રહ ક્લેશ કાયમ માટે દૂર કરવા માટે ઉપાયોઃ જો પૈતૃક ધન તથા કુંટુંબ સાથે સંકળાયેલી તકલીફ ચાલતી હોય તો સફેદ આંકડાના મૂળ લાવીને બુધવારના શુભ દિવસે જમણા હાથની ભુજા પર લીલા રંગના દોરાથી બાંધો. મર્યાદિત આવક હોવા છતાંય બચત ના થતી હોય તો પોતાના ખિસ્સા કે પાકિટમાં સમુદ્રશૌક (એક જાતની વનસ્પિત)ના મૂળ બુધવારે રાખવા. જો સંતાન પક્ષ બાજુથી ચિંતા હોય તો બુધવારના શુભ દિવસે મૌન વ્રત કરવું.

મનોકામના પૂર્ણ કરવાના ઉપાયોઃ જો મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોવ તો ભોજપત્ર પર જે-તે મનોકામના હળદરથી લખીને પવિત્ર જળમાં વિસર્જિત કરો. જો ધન રોકાયેલું હોય તો કેસર અથવા તો પીળા ચંદનનું માથે તિલક કરવાથી આવકના અનેક સ્ત્રોત જલ્દીથી ખુલશે. આની જોડે જ મંદિરમાં જઈને ભગવાન રામ સમક્ષ દંડવત પ્રણામ કરવા જોઈએ.

દેવું કાયમ માટે દૂર કરવાનો ઉપાયઃ જો તમે દેવાના બોજા તળે દબાઈ ગયા હોવ તો લક્ષ્મી પૂજામાં કમળકાકડીની માતા લક્ષ્મીમાતાને પહેરાવો. પૂજા પછી તે માળાને લાલ કપડાંમાં બાંધીને જોડે કેટલાંક રૂપિયાના સિક્કા મૂકીને તેને તિજોરી કે પછી જ્યાં રૂપિયા રાખતા હોવ ત્યાં મૂકી દો. આનાથી તમે દેવામુક્ત થઈ જશો.

શિક્ષણક્ષેત્રમાં સફળતાઃ આ વર્ષે દરેક શુક્રવારના દિવસે નાના કન્યાઓને સફેદ રંગની મીઠાઈ, ખરી અથવા પતાશા પ્રસાદ તરીકે વહેંચો. તેમના આશીર્વાદ મળશે. આમ કરવાથી અભ્યાસમાં મન લાગશે અને પરીક્ષામાં સારા માર્ક્સ આવશે.

dip

Leave a Reply

Top