
મિત્રો, કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવ્યો છે. ભારતમા પણ હાલ દિન-પ્રતિદિન કેસમા નિરંતર વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલ સમગ્ર દેશ ની જનતા મા પણ ફફળાટ મચેલો છે. સરકાર દ્વારા લોકોને બહાર ના નીકળવા માટે ની સ્પષ્ટ સુચના આપવામા આવી છે. પરંતુ, અમુક મહાનુભાવો દ્વારા આ નિયમો નો ભંગ પણ કરવામાં આવ્યો. તેના પરિણામો પણ આપણે સૌ એ જોયા.
કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન અસ્તિત્વ મા આવી નથી ત્યારે ડબલ્યુ. એચ.ઓ. સંસ્થાએ આ જીવલેણ વાયરસ સામે રક્ષણ નો ફક્ત એક જ માર્ગ બતાવ્યો છે. આ લેખમા તમે જાણશો કઈ છે હાથ ધોવા માટે ની સાચી રીત ? શુ-શુ રાખશો વિશેષ સાવચેતીઓ ? કેવી સમસ્યાઓ માથી તમને મળશે મુક્તિ? આ તમામ બાબતો વિશે યોગ્ય અને સચોટ માહિતી આપવાનો પૂરતો પ્રયાસ કરવામા આવ્યો છે.
ડબલ્યુ. એચ. ઓ. ના કહ્યા મુજબ જો વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિ ના સંપર્કમા ના આવે અને અમુક સમય ના અંતરે પોતાના હાથ ધોવાની ટેવ પાડે તો કોરોના થી રક્ષણ મેળવી શકાય છે. આ માહિતી લોકો સુધી ફેલાઈ અવશ્ય છે પરંતુ, લોકો સુધી કઈ રીતે હાથ ધોવા તેની સાચી અને સચોટ માહિતી પહોચી નથી. હાથ ધોવા માટે એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે. પરંતુ, આ પદ્ધતિ કોઈ અનુસરતુ નથી અને તે પાછળ નુ કારણ માહિતી નો અભાવ. તો ચાલો આજે અમે તમને આ વિશે ની સચોટ માહિતી આપીએ. તો ચાલો જાણીએ કઈ છે હાથ ધોવા માટેની સાચી રીત ?
ડબલ્યુ. એચ.ઓ. ના કહ્યા મુજબ, હાથ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો, આ સાથે સાબુ કે સેનિટાઈઝર જેવા લિક્વિડ નો ઉપયોગ અવશ્ય કરવો. અંદાજે ૨૦ સેકેન્ડ સુધી બન્ને હાથ ને વ્યવસ્થિત રીતે મસળો. હાથ ધોયા બાદ તેને કપડા કે ડ્રાયર થી સાફ કરવાનુ ભૂલશો નહિ. હાથ ધોતી વખતે બન્ને હથેળીઓ ને યોગ્ય રીતે ઘસો. બંને હાથ ની આંગળીઓ તથા અંગુઠા ને પરસ્પર મસળો. હાથના પાછળ ના ભાગે પણ સાબુ લગાવો. હાથ ધોયા બાદ સ્વચ્છ કપડા થી હાથ ને લૂછી લો.
શું રાખશો વિશેષ સાવચેતીઓ ?
આંખ, નાક કે મોઢા પર હાથ લગાવ્યા બાદ તરત જ તેને ધોઈ નાખો. મોઢા પર હાથ રાખીને છીંક ખાધી હોય તો તરત જ હાથ ધોઈ નાંખો. ભોજન લેતા પૂર્વે હાથ ને સાફ કરવાનુ ભૂલશો નહિ. આ સિવાય અન્ય વ્યક્તિ ના સંપર્કમા આવ્યા બાદ બંને હાથ ને બરાબર સાફ કરવાનુ ભૂલશો નહિ. આ ઉપરાંત શૌચક્રિયા બાદ પણ હાથ ધોવાનુ ભૂલશો નહિ. આ સિવાય કોઈ કેમિકલ ને અડયા પછી પણ હેન્ડ વોશ કરવા.
કેવી બીમારીઓ થી મળશે મુક્તિ?
હાથ ધોવામા બેદરકારી રાખવાના કારણે ઈન્ફેક્શન નો ખતરો વધી જાય છે. યોગ્ય રીતે હાથ ધોઈને તમે કોરોના વાયરસના સંક્રમણ માંથી તમે મુક્તિ મેળવી શકો છો. જો તમે સારી રીતે હાથ ધોશો તો તમને થ્રોટ ઈન્ફેક્શન, ડાયરિયા, ફૂડ પોઈઝનિંગ કે લૂઝ મોશન જેવી સમસ્યાઓ થી મુક્તિ મળી શકે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
આ સાથે જ જો તમે તમારા સ્વાસ્થ્ય ને કોરોના નામ ની બીમારી થી મુક્ત રાખવા ઇચ્છતા હોવ તો આ ૨૧ દિવસ સુધી ઘરમા રહો અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા લોકડાઉન ના નિર્ણય નુ સન્માન કરી અને તેમને સહકાર આપો