You are here
Home > Articles >

ના હોય !! આ કંપનીના બોસે અચાનક જ ઑફિકમાં આવીને બધા કર્મચારીઓનો પગાર અધધધ જેટલો વધારી દીધો, જાણો રસપ્રદ વાત

સોશિયલ મીડિયા પર હમણાં એક એવા બોસની કહાની ખુબ જ વાયુવેગે વાયરલ થઇ રહી છે, જેમણે પોતાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ માટે એવી જાહેરાત કરી કે તેને જાણીને સૌ કોઇ ચોંકી ગયા. આ બોસે પોતાના બધા જ કર્મચારીની વર્ષની સેલેરી 50 લાખ રૂપિયા કરી દીધી. આ બોસની દિલ જોઇ વિશ્વના બધા જ કર્મચારીના નસીબમાં બોસ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે. એવું તે શું બન્યું કે બોસ આટલા બધા કર્મચારીઓ પર મહેરબાન થઇ ગયા. આ પાછળનું કારણ પણ કંઇક રસપ્રદ છે.

અમેરિકામાં વસવાટ કરતા ડેન પ્રિસની તાજેતરમાં ખુબ જ ચર્ચા થઇ રહી છે. ડેન અમેરિકાના સિએટલમાં એક કાર્ડ પેમેન્ટ કંપની ચલાવે છે.

આ કંપનીને તેમણે પોતાના ટીનેજના સમયગાળામાં જ ચાલુ કરી દીધી હતી. થોડોક સમય પસાર થતા જ આ કંપનીને મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી.

ડેન તેમના દરેક કર્મચારીઓનું ખુબ જ ધ્યાન રાખે છે. આ સિવાય અચાનક તેમને માહિતી મળી કે તેમની કંપનીમાં કામ કરતાં બે કર્મચારીના ફેમિલીમાં પગાર પછી પણ ગુજરાન થતું નથી.

જ્યારે ડેને ડિટેલ્સ ચેક કરતા માહિતી મળી કે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે અસમાન વેતનની એક મોટી દીવાલ ઊભી છે તો તેમણે એક સુંદર નિર્ણય લીધો.

ડેને પોતાનો પગાર ઓછો કરીને અને કર્મચારીઓની સેલેરી ફટાફટ જ વધારવાનો નિર્ણય લીધો.

ડેને 2015માં જ પોતાનો પગાર સાત કરોડ રૂપિયાથી ઓછો કરી લીધી હતી. આ પૈસા તેમણે પોતાના 120 કર્મચારીઓ વચ્ચે ભાગ સ્વરૂપે વહેચી દીધી. જેનું પરિણામ એવું આવ્યું કે દરેક કર્મચારીનો વર્ષનો પગાર 50 લાખ રૂપિયા વધી ગયો.

ડેનની ઓફિસના બધા જ કર્મચારી પોતાના બોસના આ કામથી ખુબ જ ખુશ છે. તેની જોડે જ ડેન અમેરિકામાં અસમાન સેલેરીને કારણે એક અભિયાન પણ ચલાવે છે.

ત્યારબાદમાં પૈસા બચાવી ઓફિસના બધા જ કર્મચારીઓએ બોસને રિટર્ન ગિફ્ટ પણ આપી, જેમાં એક લક્ઝુરિયસ કાર આપી છે.

પોતાના બોસની આ દિલેરી જોઇ ઓફિસના બધા જ કર્મચારીઓ મન લગાવી કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં કંપનીના પ્રોફિટમાં પણ ખુબ વધારો થઇ રહ્યો છે.

dip

Leave a Reply

Top