You are here
Home > Articles >

પ્રેમાળ પત્નીની આ ત્રણ આદતને લીધે ખૂલી જશે પતિની સૂતેલી કિસ્મત પણ, વાંચી લો આદતો વિશે

દોસ્તો આપણે ઘણી જગ્યાએ એવું સંભાળવા મળ્યું હશે કે યુવતી પોતાના ઘરને સ્વર્ગ કે નર્ક સમાન બનાવી શકે છે. તથા તે સ્ત્રી કોઈપણ માણસના લાઈફને પણ ઉત્તમ બનાવી શકે છે. પત્નીના રૂપમાં સ્ત્રી પોતાના પતિના બધા જ પગલાં પર તેનો સાથ આપે છે અને તેને જીવનમાં સાચો તથા સારો રસ્તો બતાવે છે. અલબત તે દીકરીના રૂપમાં લક્ષ્મી સમાન પણ હોય છે. તો દોસ્તો આજે આપણે પત્ની ની એવી ત્રણ આદત ની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખોલી નાખશે પતિના કિસ્મત ના દરવાજા, તો આવો જોઇએ એ ત્રણ આદત વિશે..

1. ક્યારેય તમારા પર ગુસ્સો કરે નહીં

લગ્ન થયા પછી પતિ-પત્ની વચ્ચે નાનો મોટો ઝગડો થવો એ ખુબ નોર્મલ વાત છે. પણ કેટલીક સ્ત્રીનો પહેલાથી જ સ્વભાવ વધુ પડતો ગુસ્સા વાળો હોય છે. તેમનો ઉગ્રવાદી તથા લડાકુ નેચર ઘર ની સુખ-શાંતિ જપ્ત કરી લે છે, જેથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ નો સ્વભાવ ખુબ શાંત તથા કોમળ હોય છે અને જો તમારી પત્નીમાં ગુસ્સો ના કરવાની ખાસ કળા છે તો વિશ્વાસ રાખો કે તમે ખરેખર ખુબ નસીબદાર વ્યક્તિ છો. જો તમારી પત્ની આવી હશે તો એ તમારા લાઈફમાં શાંતિનો રસ ભરી નાખશે.

2. સવારે વહેલા ઊઠી જવુ

પુત્રી જ્યારે મમ્મી પપ્પા સાથે રહે છે ત્યારે તેની જીવન શૈલી બધા લોકો કરતા જુદી હોય છે, બદલતા જમાનાની જોડે મેરેજ પછી છોકરીઓનો સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે. આજના યુગ માં મેરેજ પછી સ્ત્રી જલ્દી ઉઠવાનું બહુ ઓછું પસંદ કરે છે, પરંતુ પતિ આજે પણ એવું ઈચ્છે છે કે તેની પત્ની વહેલી ઉઠે. જો તમારી પત્નીને સવારે વહેલા ઊઠે છે તો તમારા ઘરના બધા કામ સમય પર અને સારી રીતે થઇ જાય છે.

3. ઈચ્છાઓ પર કાયમ કાબુ રાખવો.

દિનપ્રતિદિન જમાનો બદલાતો જાય છે, આજના આ આધુનિક જમાનામાં મૂવીના પ્રભાવ થી યુવતીઓ પોતાના પતિ પાસેથી થોડી વધુ આશાઓ અને અપેક્ષાઓ રાખે છે. પત્નીની આવી ઇચ્છાઓના લીધે પતિ પર તેમની આ ઈચ્છાઓ પુરી કરવાનો ભાર આવી જાય છે. દોસ્તો જો તમારી પત્નીની ઈચ્છાની સીમા પૂરતી છે અને તે તમારી કમાણી તથા કામના પ્રમાણમાં પોતાની ઈચ્છા રાખે છે તો આવી પત્ની તમારા જીવનમાં સુખ લાવે છે. પોતાની ઇચ્છાઓ દબાવી રાખનારી પત્ની પોતાના પતિને ક્યારે પણ દુખી નથી કરતી. અને પતિની કિસ્મત ખૂલી જાઈ છે.

dip

Leave a Reply

Top